છોટાઉદેપુર બોડેલી રોડ પરની રેલવે ફાટક વાહન ચાલકો માટે દુઃખ સમાન

અવાર નવાર ત્રાફિક જામની સમસ્યાના કારણે ઓવર બ્રિજ બનાવવાની માંગ કરતા લોકો

બોડેલી,(છોટાઉદેપુર) ઈમ્તિયાઝ મેમણ

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી પાસે આવેલ રેલવે ફાટક બંધ થતા ફાટકની બન્ને બાજુ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાઈ છે. ઘણા સમયથી આ સમસ્યાને લઈ બોડેલી તાલુકાની પ્રજા તેમજ જિલ્લાના લોકો હાલાકી વેઠી રહયા છે ટ્રાફિકજામ ની મુશ્કેલી નિવારણ માટે વર્ષોથી લોકો ઓવરબ્રિજની માંગ કરી રહયા છે. પરંતુ લોકોની માંગ ન સંતોષાતા લોકોમા નારાજગી જોવા મળી રહી છે.

તસ્વીર

બોડેલીના છોટાઉદેપુર રોડ પર રેલવે ફાટક આવેલી છે જ્યા રોજે રોજ ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાય છે ખુદ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને રેલવે ફાટકના ટ્રાફિકજામનો કડવો અનુભવ થયો હતો. ગતવર્ષે મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજ્યકક્ષાના સ્વાતંત્રદિનની ઉજવણીના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લામાં વિવધકામો તેમજ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં માટે આવ્યા હતા. ત્યારે બોડેલી બજાર સમિતિ પોતાનો યુવા સંમેલનનો કાર્યક્રમ પૂર્ણ કરી કાફલા સાથે બોડેલી વિશ્રામગૃહ ખાતે આવી રહ્યા હતા. બોડેલી રેલવે ફાટક પર ટ્રેન પસાર થવાનો સમય હોવાથી રેલવે ફાટકના ટ્રાફિકજામનો મુખ્યમંત્રી ને કડવો અનુભવથી થયો હતો. ત્યાર બાદ છોટાઉદેપુર ખાતે રાજ્ય કક્ષાના કાર્યક્રમમા બોડેલી પાસે આવેલ રેલવે ફાટક પર ઓવરબ્રિજ બનાવવા માટે ૫૦ કરોડની જાહેરાત કરી હતી મુખ્યમંત્રીની જાહેરાત બાદ હજુ પણ ઓવરબ્રિજની બને તેવા કોઈ આશાર જોવાતા નથી. હજુ સુધી ઓવરબ્રિજની કોઈ કામગીરી હાથ ન ધરાતા લોકોમાં નારાજગી જોવા મળી રહી છે આ બાબતે વાતચીત કરતા ભારતીય કિસાન સેનાના મહામંત્રી સાહિદ મન્સૂરીએ જણાવ્યું હતું કે બોડેલીના ફાટક પર એક વર્ષ પહેલાં ગુજરાત ના મુખ્ય મંત્રી આવ્યા હતા અને એમનો કાફલો ફસાયો હતો ટ્રાફિકમાં અને ઓવરબ્રિજની બનાવામાં આવશે તેવું એનાઉન્સમેન્ટ કર્યું બોડેલી તાલુકામાં ઘણા બધા ઉદ્યોગ ચાલે છે. આવા સમયમાં લોકોના અવર – જવર માટે મુખ્ય રસ્તો ગણાય છે. કોરોનાની મહામારીમાં એમ્બ્યુલન્સ કે દવાખાનું કામ હોય લોકોને વારંવાર ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડે છે. ગુજરાતના મુખ્યમંત્રી ને અમે ભારતીય કિસાન સેના દ્વારા એક વાત ધ્યાન લાવવામાંગીએ છે. એ ઓવરબ્રિજ ને વહેલી તકે બનાવવામાં આવે અમારી પણ રજુઆત સરકારના નેતાઓ છે. અમેં પણ વારંવાર રજૂઆતો કરી હોવા છતાં આ ઓવરબ્રિજની હજુ સુધી કોઈ તૈયારી થઈ નથી અને જો આ માંગને વહેલી નઈ સંતોષાય ભારતીય કિસાન સેના દ્વારા આંદોલન કરી રસ્તાને સદનતર બંધ કરી દેવામાં આવશે અને આંદોલનના રૂપની અંદર રોડ રસ્તાઓ જામકરી રોડ પર બેસી જશું.

બોડેલીના છોટાઉદેપુર રોડ પર આવેલા રેલવે ફાટક દિવસ દરમિયાન ટ્રેન આવતા અનેક વખત બંધ થતી હતી . જેને લઈ ઘણીવાર બન્ને બાજુ એક કલાક સુધી ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાતા હતા . જેથી વાહનચાલકોનો સમય વેડફાતો હતો . છોટાઉદેપુર જિલ્લાનો મુખ્ય માર્ગ હોવાથી આ માર્ગ પર ૨૪ કલાક વાહનોની અવાર જવર રહે છે ઘણીવાર દર્દીને લઇ જતી એમ્બ્યુલન્સ પણ ટ્રાફિકમાં ફસાવાની પણ ઘટનાઓ બની છે. ફાટક પર ઓવરબ્રિજ ન હોવાથી વર્ષોથી ટ્રાફિકની સમસ્યાથી બોડેલીની પ્રજા સહિત સમગ્ર છોટાઉદેપુર જિલ્લાના લોકો હાલાકી વેઠી રહ્યા છે.

વડોદરા જિલ્લા અને છોટાઉદેપુર જિલ્લા વચ્ચે છોટાઉદેપુર, વડોદરા, ડભોઇ, અલીરાજપુર સુધી હાઇવે જાય છે એ હાઇવે ઉપર નાના મોટા શહેરો આવેલા છે જેતપુરપાવી, બોડેલી, છોટાઉદેપુર, ડભોઇ ત્યાં કેટલીક જગ્યાએ બજાર માંથી ફાટક પસાર થાય છે બજાર માંથી રેલવે ફાટક બન્ને બાજુ બંધ થાય જેથી ટ્રાફિક જામ થાય છે એજ રીતે ગયા વર્ષે અહીંયા છોટાઉદેપુર ખાતે રાજ્ય કક્ષાનો ધ્વજવંદન ૧૫ ઓગસ્ટ નો કરવામાં આવ્યું હતું જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ઢોકલીયા ફાટક ઉપર ટ્રાફિક જામ થતા અને રેલવે ફાટક બંધ હતી જેના કારણે લોકો ખૂબ લાંબી કતારમાં લાગ્યા હતા અને સીએમ સાહેબનો કાફલો પણ એટલો હોઈ જેથી કરીને લોકોની એક રજુઆત હતી ઢોકલીયા ફાટક ઉપર ઓવરબ્રિજ મુખ્યમંત્રી એ તાત્કાલિક લોકોના હિતમાં સોલ્યુશન લવા માટે ૫૦ કરોડ જાહેરાત તે દિવસે કરી હતી અને આજે એક વર્ષ થવા આવ્યો છે વાસ્તવમાં તેનું કામકાજ શરૂ કરવામાં આવેલ નથી જે અમારી ડીમાન્ડ છે આ જાહેરાત કરી છે ૫૦ કરોડ બાંધકામ વિભાગને આપી રેલવે વિભાગના અધિકારીઓ સાથે સંપર્કમાં રહી રોડ ઓવરબ્રિજ બનાવમાં આવે તેવી અમારી માગણી છે

નારાયણ રાઠવા – રાજ્યસભા સાંસદ

ગયા વર્ષે છોટાઉદેપુર ખાતે રાજ્યકક્ષા નો કાર્યક્રમ હતો અને એમાં મુખ્યમંત્રી રૂપાણી સાહેબ આવ્યા હતા અને જ્યારે ૧૪ તારીખે બોડેલી સભા સંબોધન કરવાના હતા ત્યાર બાદ બોડલીની રેલવે ફાટક પાસેએ ટ્રાફિકમાં ફસાયા હતા ત્યારે એમને ખબર પડી અહીંયા ખૂબ ટ્રાફિક જામ થાય છે એમને સભામાં જઈ એમને જાહેરાત કરી ૫૦ કરોડના ખર્ચે આ ઓવરબ્રિજ બનશે હાલની પરિસ્થિતિના સમયમાં આપણે જાણીએ છે તેમ લોકડાઉનનો સમય રહ્યો કોરોનાની મહામારીમાં જે આપણે વિતાવી રહ્યા છે ત્યારે આ ઓવરબ્રિજ ન બનવાનું કારણ એકજ છે અત્યારે ખુબજ પરિસ્થિતિ ગંભીર છે અને મુખ્યમંત્રીશ્રીએ વચન આપ્યું છે આ વહેલામાં આવેલી તકે ઓવરબ્રિજ બને તે માટે અમે પણ એમને જાણ કરીશું અને આ ઓવરબ્રિજ બનવાથી ખૂબ મોટો ફાયદો પ્રજાને થશે.

ગીતા બેન રાઠવા, સાંસદ, છોટાઉદેપુર

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીની જાહેરાત પોકળ સાબિત થઈ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here