R & B વિભાગના ભ્રષ્ટાચારના વિરોધમા અરજદાર ભુખ હડતાલ પર ઉતાર્યા…

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

તા.૩૧/૧/૨૦૨૪ ના રોજ પત્ર દ્રારા સોઢલીયા કકડવાણી માર્ગ પર બનાવેલ એપ્રોચ રોડ મા થયેલ ભ્રષ્ટાચાર મા વિલંબ અને ભ્રષ્ટાચારીઓ ને બચાવવાથી ભુખ હડતાલ પર ઉતારવા માટે જણાવેલ જેના અનુસંધાને આપ સાહેબે તા. ૧૩/૨/૨૦૨૪ના પત્ર દ્રારા જે જવાબો આપવામા આવેલ તે માંગ્યા મુજબ નથી અને અરજદારને ગેરમાર્ગે દોરનારા અને તથ્ય વિહોણા છે જેથી અમોને માન્ય નથી અસંતોષ છે જેથી આજરોજ તા.૧૬/૨/૨૦૨૪ થી માર્ગમકાન પેટાવિભાગ(પંચાયત)નસવાડી કચેરી ખાતે આમરણાંત ભુખ હડતાલ પર ઉતરી રહ્યા છે અમો અન્ન નો ત્યાગ કરી રહ્યા છે જેના કારણે કંઈ પણ થાય તેની સંપૂર્ણ જવાબદારી(૧) નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી માર્ગમકાન પેટાવિભાગ(પંચાયત)નસવાડી(૨) કાર્યપાલક ઇજનેર શ્રી જિલ્લા પંચાયત છોટાઉદેપુર (૩) જિલ્લા વિકાસ અધિકારી શ્રી જિલ્લા પંચાયત છોટાઉદેપુર નાઓની રહેશે જે આપ સાહેબને વિધિત થાય તેવી અરજી અરજદાર રાહુલકુમાર મહેશચંદ્ર ગુપ્તા એ આપેલી છે અને આજરોજ પોતે અરજદાર રાહુલકુમાર ગુપ્તા ભ્રષ્ટાચાર ના વિરોધમાં માર્ગ અને મકાનની ઓફિસ આગળ ભૂખ હડતાલ પર બેઠા છે જે તસવીરમાં જોઈ શકાય છે અરજદાર ના જણાવ્યા મુજબ સવારના દસ વાગ્યાથી ભુખ હડતાલ પર બેઠા છે પરંતુ કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી છેલ્લા દસ મહિનાથી આપેલ અરજીનો આજદિન સુધી કોઈ નિકાલ આવેલ નથી જેને લઈ અરજદાર ભુખ હડતાલ પર બેઠા છે અને જ્યાં સુધી આનો નિકાલ નહી આવે ત્યાં સુધી ભુખ હડતાલ પર અડગ રહીશું તેમ અરજદાર રાહુલકુમાર ગુપ્તા એ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here