પંચમહાલ જિલ્લામાં એસ.એસ.સી. અને એચ.એસ.સી.ની પૂરક પરીક્ષાઓ સંદર્ભે પરીક્ષા કેન્દ્રો વિસ્તારોમાં નિયંત્રણો લાગુ કરતું જાહેરનામું

૨૫ ઓગસ્ટથી ૨૮ ઓગસ્ટ, ૨૦૨૦ દરમિયાન ગોધરા ખાતે ૧૪ કેન્દ્રો પર ધોરણ-૧૦ની અને ૩ કેન્દ્રો પર ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષાઓ યોજાશે

ગોધરા, માહિતી બ્યુરો: પંચમહાલ જિલ્લામાં આગામી ૨૫ ઓગસ્ટ, ૨૦૨૦થી ૨૮ ઓગસ્ટ, ૨૦૨૦ દરમિયાન ગોધરા ખાતે કુલ ૧૭ પરીક્ષાકેન્દ્રો ઉપર એસ.એસ.સી. એન્ડ એચ.એસ.સી. (વિજ્ઞાન પ્રવાહ)ની પૂરક પરીક્ષાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષાઓનું સંચાલન સરળતાપૂર્વક થાય, ખંડ નિરીક્ષકો અસામાજિક તત્વોના ત્રાસ અને ભય વગર નિરીક્ષણ કાર્ય કરી શકે તથા પરીક્ષાર્થીઓ શાંતિમય વાતાવરણમાં નિર્ભયતાપૂર્વક તથા ગેરરીતિ કરવાના પ્રલોભનથી દોરવાયા વગર પરીક્ષાઓ આપી શકે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી એલ.બી. બાંભણીયા (જી.એ.એસ.) દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ હેઠળ મળેલ સત્તાની રૂએ પરીક્ષા કેન્દ્રો ખાતેના સ્થળોથી ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં પ્રતિબંધાત્મક હુકમો કરતું જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.

આ જાહેરનામા હેઠળ ગોધરાના કુલ ૧૭ પરીક્ષાકેન્દ્રો વિસ્તારમાં તા.૨૫/૦૮/૨૦૨૦ના સવારના ૯.૩૦ કલાકથી તા. ૨૮/૦૮/૨૦૨૦ના રોજ ૧૮.૧૫ કલાક સુધીના સમયગાળા માટે નીચે દર્શાવેલ કૃ્ત્યો કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે. આ જાહેરનામા દ્વારા પરીક્ષાર્થી ઉમેદવાર અને પરીક્ષા સંબંધી કામગીરીમાં રોકાયેલા ફરજ પરના અધિકૃત માણસો સિવાય અન્ય કોઈ બિનઅધિકૃત વ્યક્તિઓએ અવરજવર કરવા ઉપર, કાયદેસરની ફરજ બજાવનારાઓને કોઈપણ પ્રકારે અડચણ કરવા કે કરાવવા ઉપર તેમજ કોઈપણ તરકીબ વાપરી પરીક્ષાર્થીઓને પરીક્ષા વિષયક ચોરી કરવા કે કરાવવામાં સીધી કે આડકતરી મદદગારી કરવા ઉપર કે પરીક્ષાર્થીઓને શાંતિ-લેખન કાર્યમાં અડચણ-વિક્ષેપ થાય તેવું કોઈ કૃત્ય કરવા-કરાવવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત પરીક્ષાર્થીઓ, શિક્ષકો, સંચાલકો, વહીવટી કર્મચારીઓ, જાહેર જનતા કે ફરજ પરના તમામ પ્રકારના સરકારી કર્મચારીઓ પરીક્ષા સંબંધી ચોરી ગણાય તેવી વસ્તુ અથવા મોબાઈલ ફોન, પેજર, કેમેરા, લેપટોપ, કોમ્પ્યુટર, કેલ્ક્યુલેટર વગેરેનો ઉપયોગ કરવા, કરાવવા ઉપર, પુસ્તકો, કાપલીઓ, ઝેરોક્ષ નકલો કે પરીક્ષાલક્ષી કોઈપણ પ્રકારનું સાહિત્ય પરીક્ષા સ્થળમાં લઈ જવા, વહન કરવા કે તેમાં મદદગારી કરવા કે તેવી વસ્તુઓ સાથે પરીક્ષાસ્થળમાં પ્રવેશવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પરીક્ષામાં થતી ગેરરીતિ અટકાવવાના હેતુથી પરીક્ષાના સમગ્ર વિસ્તારમાં આવેલ ઝેરોક્ષ કોપિયર, ફેક્સ મશીન સંચાલકો કોપિયર મશીનોનો ઉપયોગ સવારના ૯.૦૦ કલાકથી ૧૮.૧૫ કલાક સુધી કરી શકશે નહીં. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ઈન્ડિયન પીનલ કોડની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે.

એસ.એસ.સી. પૂરક પરીક્ષા માટેના પરીક્ષા કેન્દ્રો:

  1. ધી ઈકબાલ યુનિયન હાઇસ્કુલ યુનિટ-૧ ગોધરા
  2. ધી ઈકબાલ યુનિયન હાઇસ્કુલ યુનિટ-૨, ગોધરા
  3. નાલંદા હાઇસ્કુલ, યુનિટ-૧ ભૂરાવાવ, ગોધરા
  4. નાલંદા હાઇસ્કુલ, યુનિટ-૨, ભૂરાવાવ, ગોધરા
  5. મેકકેબ મેમોરિયલ હાઇસ્કુલ, દાહોદ રોડ, ગોધરા
  6. શ્રી સ્વામિનારાયણ હાઈસ્કૂલ, જાફરાબાદ-ગોધરા
  7. કલરવ હાઇસ્કુલ, દાહોદ રોડ-ગોધરા
  8. શ્રીમતિ ટી.સી. સોની સેકન્ડરી હાઈસ્કૂલ, યુનિટ/૧ બામરોલી રોડ- ગોધરા
  9. શ્રીમતિ ટી.સી. સોની સેકન્ડરી હાઈસ્કૂલ, યુનિટ-૨ બામરોલી રોડ- ગોધરા
  10. સેઇન્ટ આર્નોલ્ડ હાઇસ્કુલ, યુનિટ-૧, ગોધરા
  11. સેઇન્ટ આર્નોલ્ડ હાઇસ્કુલ, યુનિટ-૨, ગોધરા
  12. સાંદિપની વિદ્યામંદિર, બામરોલી રોડ, ગોધરા
  13. જય જલારામ સ્કૂલ, યુનિટ-૧ પરવડી, ગોધરા
  14. જય જલારામ સ્કૂલ, યુનિટ-૨ પરવડી, ગોધરા

એચ.એસ.સી. વિજ્ઞાન પ્રવાહ પરીક્ષાના કેન્દ્રો

  1. અનાજ મહાજન સાર્વજનીક હાઇસ્કુલ, શેઠ પી.ટી. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, ગોધરા
  2. એમ એન્ડ એમ મહેતા હાઈસ્કૂલ, યુનિટ-૧, ગોધરા
  3. એમ એન્ડ એમ મહેતા હાઈસ્કૂલ, યુનિટ-૨, ગોધરા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here