ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

પંચમહાલ જિલ્લામાં ફેબ્રુઆરી-માર્ચ 2026 દરમિયાન લેવાયેલી ઉચ્ચતર માધ્યમિક (ધોરણ-12) બોર્ડ પરીક્ષાનું પરિણામ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામમાં સામાન્ય તથા વિજ્ઞાન બંને પ્રવાહના આંકડા સામેલ છે.
વિગતો મુજબ, વર્ષ 2026માં પંચમહાલ જિલ્લાનું સામાન્ય પ્રવાહનું પરિણામ 88.69% નોંધાયું છે, જ્યારે રાજ્યનું સરેરાશ પરિણામ 92.71% રહ્યું છે.
વિજ્ઞાન પ્રવાહમાં જિલ્લાનું સરેરાશ પરિણામ 71.36% નોંધાયું છે, જે રાજ્યના કુલ પરિણામ 84.33% કરતાં ઓછું છે.
જિલ્લાના વિવિધ પરીક્ષા કેન્દ્રોના પ્રદર્શન પર નજર કરીએ તો સામાન્ય પ્રવાહમાં સંતરોડ કેન્દ્ર 98.76% પરિણામ સાથે પ્રથમ સ્થાને રહ્યું છે, જ્યારે ખોજલવાસા કેન્દ્રનું પરિણામ સૌથી ઓછું 69.15% નોંધાયું છે.
વિજ્ઞાન પ્રવાહમાં ગોધરા કેન્દ્ર 73.98% પરિણામ સાથે જિલ્લામાં મોખરે રહ્યું છે, જ્યારે હાલોલ કેન્દ્ર 71.40% પરિણામ સાથે અંતિમ સ્થાને રહ્યું છે.
આ પરિણામોથી જિલ્લાની શૈક્ષણિક સ્થિતિનું સ્પષ્ટ પ્રતિબિંબ જોવા મળે છે અને વિવિધ કેન્દ્રોના પ્રદર્શનના આધારે ભવિષ્યમાં ગુણવત્તા સુધારવા માટે પ્રયત્નો કરવાની જરૂરિયાત પણ ઉજાગર થાય છે.