લુણાવાડા, (મહીસાગર) આસીફ શેખ(પાલ્લાવાલા) :-

કોઠંબા: આજે નાયબ પોલીસ અધિક્ષક કમલેશ વસાવાના અધ્યક્ષસ્થાને કોઠંબા પોલીસ સ્ટેશનના મહીસાગર નદીના કાંઠા વિસ્તારમાં ડ્રોન કેમેરા દ્વારા સઘન નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
નિરીક્ષણ દરમિયાન મળી આવેલી દેશી દારૂની ભઠ્ઠીઓ અને વોશ સ્થળોનો નાશ કરવામાં આવ્યો હતો, તેમજ દેશી દારૂ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ કામગીરીમાં કોઠંબા P.I. પી.આર. બલાત, P.S.I. સોલંકી, P.S.I. ચાવડા તથા કોઠંબા પોલીસ સ્ટાફ જોડાયા હતા.
