નર્મદા જિલ્લામાં મેઘરાજાએ વેર બાંધ્યાની પરિસ્થિતિનું નિર્માણ !

ગતરોજ વર્ષની સરખામણીમાં આ વર્ષે જીલ્લામાં 30 ઇંચ જેટલો ઓછો વરસાદ !

ગત વર્ષે આજ સુધી નર્મદા જિલ્લામાં વરસ્યો હતો 1988 મી.મી. વરસાદ જયારે હાલ માત્ર 1256 મી.મી. જ વરસાદ

જોકે જીલ્લાના તમામ ડેમોમાં પાણીનો જથ્થો પુરતા પ્રમાણમાં સંગ્રહિત નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો 119.86 મીટરે

રાજપીપલા(નર્મદા)
આશિક પઠાણ

નર્મદા જિલ્લામાં તા.૨૮ મી જુલાઇ, ૨૦૨૦ ને મંગળવારના રોજ સવારના ૬=૦૦ કલાકે પુરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોઈપણ તાલુકામાં વરસાદ બિલકુલ નોંધાયો ન હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.

સમગ્ર નર્મદા જિલ્લામાં ગતવર્ષે જે વરસાદ વરસ્યો હતો તેની સરખામણીમાં આ વર્ષે ચાલુ ચોમાસાની સીઝન દરમ્યાન ખુબજ ઓછો વરસાદ વરસ્યો છે. શીતળા સાતમના તહેવાર પ્રસંગે અવશ્યપણે રાજપીપળા નગરમાં વરસાદ વરસે જ એવી વર્ષોથી દ્રઢ માન્યતાઓને પણ ખોટી પાડી છે, અને વરસાદ વરસ્યો જ નથી.

આજરોજ ની સ્થિતિએ નર્મદા જિલ્લામાં માત્ર 1256 મી. મી. વરસાદ વરસ્યો છે, જ્યારે ગતવર્ષે આજની સ્થિતિએ નર્મદા જિલ્લામાં 1988 મી. મી. વરસાદ ખાબક્યો હતો. જેની તુલના કરીએ તો ચાલુ સિઝન દરમ્યાન લગભગ 30 ઇંચ જેટલો વરસાદ ઓછો પડેલો છે. વરસાદ ઓછો થતા ખેડુતોમાં પણ ચિંતા જોવા મળી રહી છે.

નર્મદા જિલ્લામાં વરસાદ ઓછો થયો હોવા છતાં જીલ્લાના ડેમોમાં પાણીનો જથ્થો સંગ્રહિત છે. નર્મદા ડેમ હાલ 119.86 મીટરની લેવલે ભરાથયેલો છે.

જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજ દિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો દેડીયાપાડા તાલુકો-૩૯૨ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરાનાં સ્થાને રહ્યો છે. જ્યારે સાગબારા તાલુકો- ૨૮૧ મિ.મિ. સાથે દ્વિતિય સ્થાને, નાંદોદ તાલુકો- ૨૨૯ મિ.મિ. સાથે તૃતિય સ્થાને, તિલકવાડા તાલુકો-૧૯૬ મિ.મિ. સાથે ચોથા ક્રમે અને ગરૂડેશ્વર તાલુકો -૧૫૮ મિ.મિ. વરસાદ સાથે પાંચમા સ્થાને રહેવા પામ્યો છે.

જિલ્લાના વિવિધ ડેમોની સપાટીની પરિસ્થિતિ જોઇએ તો નર્મદા ડેમ- ૧૧૯.૮૬ મીટર, કરજણ ડેમ- ૯૯.૫૦ મીટર, નાના કાકડીંઆંબા ડેમ- ૧૮૦.૭૦ મીટર અને ચોપડવાવ ડેમ- ૧૮૧.૨૦ મીટરની સપાટી રહેવા પામી છે, જ્યારે નર્મદા નદીનું ગરૂડેશ્વર પાસેનું ગેજ લેવલ ૧૪.૪૦ મીટર હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here