ગિરનારના ડોલીવાળાઓને રોજગારી આપવા આજે ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા કરાશે એક કરોડના કાર્યોનું ખાતમુહૂર્ત

ગિરનાર(જૂનાગઢ)
હિરેન ચૌહાણ

ગીરનારના ડોલીવાળાઓને રોજગારી આપવા આજે ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા કરાશે ૧ કરોડના કાર્યોનું ખાતમુહૂર્તગુજરાત પ્રવાસન વિભાગનો પ્રયાસ હંમેશાથી જ પ્રવાસનની સાથોસાથ સ્થાનિક રોજગારીને પણ વેગ મળે તેવા આયોજનો હાથ ધરવાનો રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આયોજનો થકી ગુજરાતે પ્રવાસન ક્ષેત્રે વિકાસની હરણફાળ ભરી છે અને તે જ સફળતાને આગળ વધારતા મુખ્યમંત્રી વિજય રૂપાણીના માર્ગદર્શન હેઠળ ગુજરાતના પ્રવાસને ચારે દિશામાં પ્રચલિતતા પ્રાપ્ત કરી છે. એવા જ વધુ એક આયોજનના ભાગરૂપે ગુજરાત પ્રવાસન વિભાગ દ્રારા પ્રવાસન અને મત્સ્યઉદ્યોગ મંત્રી જવાહર ચાવડાના હસ્તે ગિરનારના ડોલીવાળાઓને વૈકલ્પિક રોજગારી પ્રાપ્ત થાય તે હેતુથી રૂ.૧ કરોડના ખર્ચે ૧૦૪ દુકાનો અને તેને સંલગ્ન પાયાની સુવિધાઓ ઉભું કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાત પ્રવાસન વિભાગ આ સાથે પ્રવાસીઓની સુવિધામાં ઉત્તરોતર વધારો કરવાના તબક્કાવાર સફળતાપૂર્વક આયોજનો કરીને એક સિમાચિહ્નરૂપ કાર્ય કરી છે. જુનાગઢના ગિરનાર ખાતે ડોલીવાળાઓની સુવિધા પુરી પાડીને તેમની રોજગારીની તકો વધે તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ વિકાસકાર્યો શનિવાર ૧ ઓગસ્ટના રોજ જુનાગઢ ખાતે જવાહર ચાવડાના હસ્તે ખાતમૂહુર્ત સાથે શરૂ કરવામાં આવશે. કાર્યક્રમ મેયર અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજવામાં આવનાર છે. કોરોના વાઈરસને કારણે લોકડાઉનમાં ગીરનાર રોપ વેનું કામ બંધ કરી દેવામાં આવ્યું હતું. પરંતુ લોકડાઉન બાદ ફરી આ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે.ગીરનાર રોપનું કાર્ય ટૂંક સમયમાં પૂર્ણ થવાના આરે છે. રોપ વેનું કામ પૂરૂ થતા જ ફરવા આવતા લોકોની સંખ્યા વધે તેવી તા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here