ગોધરા(પંચમહાલ),
પંચમહાલ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એલ.બી બાંભણિયા (જી.એ.એસ.) દ્વારા ધ ગુજરાત એપિડેમિક ડિસીઝ કોવિડ-૧૯ રેગ્યુલેશન્સ, ૨૦૨૦ની કલમ-૧૧ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, ૨૦૦૫ની કલમ-૩૦ અને ૩૪ હેઠળ મળેલા અધિકારની રૂએ જિલ્લાના ક્લસ્ટર કન્ટેઈન્મેન્ટ એરિયા તરીકે જાહેર કરેલ વિસ્તારો પૈકી વધુ કેટલાક વિસ્તારોને ક્લસ્ટરમુક્ત જાહેર કરતો હુકમ કરવામાં આવ્યો છે. મુક્ત કરાયેલ વિસ્તારોમાં ગોધરા નગરપાલિકામાં સમાવિષ્ટ શુક્લ સોસાયટી, હરિકૃષ્ણ સોસાયટી, વલ્લભનગર સોસાયટી, શ્રીનાથ સોસાયટી (અંકુર સ્કૂલ પાસે), સત્યમ એપાર્ટમેન્ટ, કાલોલ નગરપાલિકાના કાનાવગા (કસ્બા), શ્રીનાથ સોસાયટી, કાલોલ તાલુકાના અડાદરા ગામમાં સમાવિષ્ટ મેઈન બજાર, હાલોલ નગરપાલિકામાં સમાવિષ્ટ ગોકુળનગર-૨ વિસ્તાર, જવાહરનગર, નિષ્ઠા વિદ્યામંદિર, મધુવન પાર્ક સોસાયટી, મેઘદૂત સોસાયટી, હાલોલ તાલુકાના વડા તળાવ ગામમાં સમાવિષ્ટ પટેલ ફળીયા વિસ્તાર, ઘોઘમ્બા તાલુકાના તરિયાવેરી ગામમાં સમાવિષ્ટ પટેલ ફળીયા વિસ્તાર, જાંબુઘોડામાં સમાવિષ્ટ મેઈન બજાર વિસ્તાર, ડૂમા ગામમાં સમાવિષ્ટ ચોરા ફળીયા વિસ્તારને ક્લસ્ટરમુક્ત જાહેર કરવામાં આવ્યા છે.