14 મી ફેબ્રુઆરી વેલેન્ટાઈન ડે ઉપર આદાન પ્રદાન થતાં ગુલાબના વિવિધ રંગનો શું છે અર્થ !!

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

તમારા પ્રિયજનને 14 મી ફેબ્રુઆરી વેલેન્ટાઈન ડેની ઉજવણી નીમીત્તે પ્રેમ ની અભિવ્યક્તિ વ્યકત કરવા ગુલાબ આપતા પહેલા ગુલાબ ના ફુલો ના વિવિઘ રંગો નું મહત્વ શું છે એ જાણવું પણ જરૂરી છે.

વેલેન્ટાઇન વીકમાં રોઝ ડે પણ એક ખાસ દિવસ છે. વ્યક્તિઓ તેમના પ્રિય પાત્રને ગુલાબ આપીને પોતાની લાગણી વ્યકત કરે છે. જો કે બહુ ઓછા લોકો જાણે છે કે ગુલાબના વિવિધ રંગો વિવિધ પ્રકારની લાગણીઓનું પ્રતિનિધિત્વ કરે છે.

વેલેન્ટાઇન ડે અને વીક ફેબ્રુઆરીમાં ઉજવાય છે. ફેબ્રુઆરીના બીજા સપ્તાહની પ્રેમીજનો આતુરતાથી રાહ જુએ છે. વેલેન્ટાઈન વીક 7 થી 14 ફેબ્રુઆરી દરમિયાન સેલિબ્રેટ થાય છે. લવ બર્ડ્સ આખા વર્ષ દરમિયાન આ વીકની આતુરતાથી રાહ જુએ છે અને આ સમગ્ર વીકને ફેસ્ટિવલની જેમ સેલિબ્રેટ કરે છે. વેલેન્ટાઇન વીકમાં 7 ફેબ્રુઆરીના રોજ રોઝ ડે ઉજવાય છે. અને પ્રેમિઓ ઍક બીજા ને ગુલાબ ના ફુલો આપતાં હોય છે. અને તે પણ વિવિઘ રંગો ના !!

ગુલાબના વિવિધ રંગો શું કહે છે? વેલેન્ટાઇન વીક ની શરૂઆત રોઝ ડેથી થાય છે, તે દિવસ યંગર્સ્ટર એકબીજાને ગુલાબના ફૂલ આપીને આ દિવસની ઉજવણી કરે છે. ગુલાબ એ પ્રેમનું પ્રતીક છે, જો કે બહુ ઓછા લોકો જાણે છે કે ગુલાબના વિવિધ રંગો વિવિધ પ્રકારની લાગણીઓનું પ્રતિનિધિત્વ કરે છે. આવી સ્થિતિમાં, આ રોઝ ડે પર તમારા જીવનસાથીને ગુલાબ આપતા પહેલા, તેના રંગ પાછળનો અર્થ ચોક્કસપણે સમજી લો.
ગુલાબના વિવિધ રંગો શું કહે છે?

ગુલાબી ગુલાબ:-

ગુલાબી ગુલાબ ને આકર્ષણનું પ્રતીક માનવામાં આવે છે. એટલે કે, જો તમે કોઈના સારા મિત્ર છો અને તમારા મનમાં તે મિત્ર માટે તમારી લાગણીઓ વધી રહી છે, સમય સાથે તમે તેને પસંદ કરવાનું શરૂ કર્યું છે, તો તમે રોઝ ડે નિમિત્તે તેને ગુલાબી ગુલાબ આપી શકો છો. મિત્રતા ઉપરાંત ગુલાબી રંગનો ગુલાબ તમારી સામેની વ્યક્તિ પ્રત્યે તમારું આકર્ષણ વ્યક્ત કરે છે. આવી સ્થિતિમાં, જો તમે કોઈને પસંદ કરવાનું શરૂ કર્યું છે, તો આ રોઝ ડે પર તમે તેને ગુલાબી ગુલાબ આપીને તમારી લાગણીઓ વ્યક્ત કરી શકો છો.
ગુલાબી ગુલાબનો અર્થ
ગુલાબી ગુલાબ આકર્ષણનું પ્રતીક માનવામાં આવે છે. એટલે કે, જો તમે કોઈના સારા મિત્ર છો અને તમારા મનમાં તે મિત્ર માટે તમારી લાગણીઓ વધી રહી છે, સમય સાથે તમે તેને પસંદ કરવાનું શરૂ કર્યું છે, તો તમે રોઝ ડે નિમિત્તે તેને ગુલાબી ગુલાબ આપી શકો છો. મિત્રતા ઉપરાંત ગુલાબી રંગનો ગુલાબ તમારી સામેની વ્યક્તિ પ્રત્યે તમારું આકર્ષણ વ્યક્ત કરે છે. આવી સ્થિતિમાં, જો તમે કોઈને પસંદ કરવાનું શરૂ કર્યું છે, તો આ રોઝ ડે પર તમે તેને ગુલાબી ગુલાબ આપીને તમારી લાગણીઓ વ્યક્ત કરી શકો છો.

પીળા ગુલાબ :-

જો કોઈ તમને રોઝ ડે પર પીળું ગુલાબ આપે તો સમજી લેવું કે તે તમારી તરફ મિત્રતાનો હાથ લંબાવવા માંગે છે. હકીકતમાં પીળા ગુલાબને મિત્રતાનું પ્રતિક માનવામાં આવે છે. જો તમે કોઈની સાથે મિત્રતા કરવા માંગો છો, તો તમે તેને પીળું ગુલાબ આપી શકો છો.

સફેદ ગુલાબ :-

સફેદ રંગનું ગુલાબ શાંતિનું પ્રતીક છે. આવી સ્થિતિમાં, જો તમે તમારી નારાજગી દૂર કરીને કોઈની સાથે નવી શરૂઆત કરવા માંગો છો, અથવા કોઇ ઝડઘો કે વિવાદને સમાપ્ત કરવા માંગો છો, તો તમે તેને રોઝ ડે પર સફેદ ગુલાબ ગિફ્ટ કરી શકો છો.

પીચ ગુલાબ :–

રોઝ ડે પર, જો તમને કોઇ પીચ રંગનું ગુલાબ આપે, તો સમજવું કે તે આપનાર વ્યક્તિ તમારો આભાર વ્યક્ત કરવા ઇચ્છે છે. તેમજ જો તમે કોઈને કંઈક વિશેષ વાત માટે ધન્યવાદ કહેવા માંગો છો તો તેમને પીચ રંગનું ગુલાબ ગીફ્ટ આપી શકો છો. તેનાથી વિપરીત કોઇની સુંદરતાના વખાણમાં પણ આ રંગનું ગુલાબ આપી શકો છો.

લાલ ગુલાબ :-

પ્રેમ ની અભિવ્યક્તિ માટે લાલ ગુલાબ નું
વિશેષ મહત્વ છે. લાલ ગુલાબ પ્રેમનું પ્રતિક છે. રેડ રોઝનું ખાસ મહત્વ છે. જો તમે કોઈને ઊંડો પ્રેમ કરો છો અને તેની સમક્ષ તમારો પ્રેમ વ્યક્ત કરવા માંગો છો, તો તમે તેને રોઝ ડે પર લાલ ગુલાબ આપી શકો છો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here