૮ મી થી શરૂ થતી નર્મદા પરિક્રમા સંદર્ભે કરાયેલી કામગીરીનું નર્મદા જિલ્લા પોલીસ વડાએ નિરીક્ષણ કર્યું

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

ભાવિક ભક્તોની સુરક્ષા-સલામતી, ભીડને નિયંત્રિત કરવા તેમજ ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે પોલીસ કર્મીઓને સૂચનો કર્યા

નર્મદા જિલ્લામાં દર વર્ષે લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો ચૈત્ર સુદ એકમથી ચૈત્ર વદ અમાસ સુધી ચાલનારી ઉત્તરવાહીની પંચકોશી પરિક્રમાની એક અદભૂત આધ્યાત્મિક યાત્રામાં લોકો જોડાય છે. આ યાત્રા આગામી ૮મી એપ્રિલ થી ૮મી મે, ૨૦૨૪ સુધી ચાલશે. ત્યારે પરિક્રમા શરૂ થવાના પૂર્વે જિલ્લા પોલીસ વડા પ્રશાંત શુંબેના અધ્યક્ષપદે ગત ૫/૪/૨૦૨૪ રોજ શહેરાવ ઘાટ, રેંગણ ઘાટ અને રામપુરા ઘાટ ખાતે જેટી, હોડી સહિત યાત્રાળુઓની ભીડને નિયંત્રીત કરવા માટે અસરકારક આયોજન અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરાઈ હતી. અને વાહનોના પાર્કિંગ માટે ૧૦ જેટલા ખેતરોમાં પાર્કિંગ પ્લોટ અલગ-અલગ ઉભા કરવામાં આવ્યા છે.

જિલ્લા પોલીસ વડા પ્રશાંત શુંબેએ પરિક્રમાના ઘાટ અને રૂટનું સ્થળ નિરીક્ષણ કરીને પોલીસ વિભાગના કર્મીઓને ભક્તોની સુરક્ષા અને સલામતીને કેન્દ્રસ્થાને રાખીને કેટલાંક રચનાત્મક સૂચનો કર્યાં હતા. વધુમાં શ્રી સુંબેએ મોટા-નાના વાહનો માટેની પાર્કિંગ વ્યવસ્થા સહિત ટ્રાફિકની સમસ્યાને નિયંત્રીત કરવા તેમજ લોકોની સુરક્ષાનું ધ્યાન રાખવા માટે વોચ ટાવર ઉભુ કરવા પણ જણાવ્યું હતું. અને NDRD ની ટીમો પણ યાત્રિકોનું વહન-આવન-જાવન કરે ત્યાં તૈનાત કરવામાં આવશે.

આ તકે રાજપીપલા ડિવીઝનના એએસપી લોકેશ યાદવ (આઈપીએસ), કેવડિયા ડિવિઝનના ડીવાયએસપી સંજય શર્મા, પી.આઈ. શ્રીમતી એસ. કે. ગામીત, પી.આઈ. આર.એસ. ઢોડિયા, પી.એસ.આઈ. જે.એમ. લટા સહિતના પોલીસ કર્મીઓ અને DRDA ના ડાયરેક્ટર અને પરિક્રમા નોડલ અધિકારી જે. કે. જાદવ, ARTO સુશ્રી નિમિષાબેન પંચાલ સહિતના અધિકારીઓ, કર્મચારીઓ હાજર રહ્યાં હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here