હળવદમાં તાજીયા જુલુશ શરીફ માતમમાં કોમી એકતાના દર્શન

હળવદ, (મોરબી) આરીફ દીવાન :-

મોરબી જિલ્લાનું હળવદ છોટા કાશી તરીકે જાણીતું છે હિન્દુ મુસ્લિમ સમાજના ધાર્મિક કાર્યક્રમો અંતર્ગત ના નાત ના જાત માત્ર એકતાની વાત તેવા છોટા કાશી હળવદ પંથકમાં યા હુસેન યા હુસેન ના નારાઓ સાથે સમગ્ર હળવદ વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો કોમી એકતા ના પ્રતીક ન્યાજ શરીફ પ્રસાદ સ્વરૂપે સર્વે હિન્દુ મુસ્લિમોએ ઠેર ઠેર ઠંડા શરબત કોલ્ડિંગ્સ વિવિધ ખાધ સામગ્રી ન્યાજ તકસીમ કરવામાં આવેલ હતી તાજીયા કમિટી સાથે અખાડા કાફલા સાથે કાતમક તાજીયા નું જુલસ શરીફ રાબેતા મુજબના રૂટો પરથી પસાર થઈ દર વર્ષની જેમ રાબેતા મુજબ પવિત્ર મોહરમ માસ નિમિત્તે મોહરમ શરીફ ના દસ દિવસ સુધી સતત બંદગી ઈબાદત સાથે મહોરમ શરીફ બનાવવામાં આવ્યા હતા જેમાં મુસ્લિમ તાજીયા કમિટી ના સૈયદ મુનાવર બાપુ. ઈકબાલભાઈ મીરા હાબીબ ભાઈ ભટ્ટી. અશરફ ભાઈ બેલીમ. જાકીરભાઇ બેલીમ ઇમરાન ભાઈ દિવાન સુફી રહીમભાઈ જંગરી કલાભાઈ (અહેમદ)જંગરી સહિત જાકીરભાઇ જંગરી સહિતના સૈયદ મુનાવર બાપુ ની આગેવાની હેઠળ વિવિધ કાર્યક્રમ દર વર્ષથી જેમ રાબેતા મુજબ શાંતિના પ્રતીક એકતા ભાઈ ચારા સાથે મહોરમ શરીફ ના પ્રથમ ચાંદ થી હળવદ પંથકમાં ઠેર ઠેર છબીલ મા વાતાવરણને ધ્યાને રાખી નિયાઝ શરીફ માં ઠંડા પીણા આ વર્ષ ઓછા રાખી તાજા ગરમ ફરસાણ ખાધ સામગ્રી વિગેરે હિન્દુ મુસ્લિમ સમાજ પ્રસાદ ના સ્વરૂપે ન્યાજ નો લાભ લઈ શકે તેવા એકતાના પ્રતીક કાર્યક્રમો સતત દસ દિવસ સુધી યોજાયા હતા 10 માં ચાંદ માફા માફી સાથે મુસ્લિમ સમાજના ઈસ્લામી નવા વર્ષની ઉજવણી કરી હતી તેમ એક અખબારી યાદીમાં જેન્યુન ફાઉન્ડેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ આરીફ બ્લોચ ની યાદીમાં જણાવી છે જે સમગ્ર કાર્યક્રમની તસવીરમાં હળવદ પંથકના મુસ્લિમ અગ્રણીઓ આગેવાનો સહિત હુસેની તાજીયા કમિટી ના હોદ્દેદારો કાર્યકરો તસ્વીરમાં દ્રશ્યમાન થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here