સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નર્મદા નદીમા દોડતા એકતા કૃઝનું સંચાલન બંધ કરાયું

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

ત્યાગી ધાટ પાસે નર્મદા ધાટનુ નિર્માણ થતુ હોય પાણીના પરવાહમા ધટાડા સહિત ક્રુઝના મેઇન્ટેનન્સનો સતાધિશોએ હવાલો આપ્યો

સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેના કેવડીયાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી નર્મદા નદી ઉપર બનાવેલ ગરુડૈશવર વિયર ડેમમા ક્રુઝમા બેસી પ્રવાસીઓ માટે સ્ટેચ્યુ જોવા ની એક અદ્ભુત સર્વિસ શરુ કરવામાં આવીછે , આ સર્વિસ તા 25 મી એપ્રિલ સુધી બંધ રહેશે ની જાહેરાત આજરોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર અને વિકાસ અને પ્રવાસન નિયમન સત્તા મંડળ ના અધિક કલેક્ટર દ્વારા કરવામાં આવી છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસનાં વિસ્તારનાં આયોજનબધ્ધ વિકાસ માટે SOUADTG ઓથોરિટી મારફતે અનેક વિકાસ કાર્યો હાથ ધરાઇ રહ્યા છે, તે અંતર્ગત પવિત્ર શુલપાણેશ્વર મંદિરથી ત્યાગી ઘાટ સુધીનાં વિસ્તારને નર્મદા ઘાટ તરીકે વિકસાવવાની કામગીરી હાથ ધરાઇ રહી છે, જેનાં ભાગરૂપે તેનાં પાયાનું કામ કરવા માટે પાણી નિયંત્રીત કરવુ જરૂરી હતુ.એકતા કૃઝનું સંચાલન છેલ્લા ૬ માસથી સતત થઇ રહ્યુ છે જેનાં કારણે તેનાં મેઇન્ટેનન્સ જરૂરીયાત પણ ઉભી થઇ હતી જેથી આ થનાર કામગીરીને લક્ષમાં લઇને સરદાર સરોવર નર્મદા નિગમ લી. સાથે સંકલનમાં રહીને તા. ૨૯/૦૩/૨૦૨૧ થી તા. ૧૫/૦૪/૨૦૨૧ સુધી નર્મદા નદીમાં છોડાતું પાણી ઓછું કરી એકતા ક્રુઝ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવેલ,ઉપરોક્ત કામગીરીમાં હજી વધુ સમય લાગે તેમ હોય એકતા ક્રુઝ ૧૫/૦૪/૨૦૨૧ સુધી બંધ રાખવાના નિર્ણયમાં ફેરફાર કરીને આગામી તારીખ – ૨૫/૦૪/૨૦૨૧ સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવેલ છે.બાદમાં એકતા ક્રુઝનું સંચાલન પૂર્વવત થાય તે પહેલાં આગોતરી જાણ કરવામાં આવશે નુ પણ અધિક કલેકટર સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ દ્વારા જણાવવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here