મોડાસા : ૧૦ કિશોરીઓ ઘરે રહીને મહેંદી અને બ્યુટી પાર્લર દ્વારા વરોજગારી મેળવી ઘરમાં આર્થિક રીતે સહાય રૂપ બની

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

મોડાસા ઘટકના શહેરી સેજાની મખદુમ અને સહારા વિસ્તારની આંગણવાડીમાં ૧૫ થી ૧૮ વર્ષની શાળામાં ન જતી કિશોરીઓને મુખ્ય સેવિકાબેન અને આંગણવાડી કાર્યકર દ્વારા માસના ચોથા મંગળવારે કિશોરીઓને બોલાવી આરોગ્ય,પોષણ,સ્વચ્છતા વિષે માહિતી આપવામાં આવે છે. માહિતીથી પ્રેરાઈને કુલ ૧૦ કિશોરીઓ ઘરે રહીને મહેંદી અને બ્યુટી પાર્લર ધ્વારા રોજગારી મેળવી ઘરમાં આર્થિક રીતે સહાય રૂપ બની છે . કિશોરીઓ લગ્ન પ્રસંગોમાં અન્ય દીકરીઓને મહેંદી મુકવાનું કામ શરૂ કર્યું. લગ્ન પ્રસંગે દુલ્હનની મહેંદી મુકવાના ઓર્ડર લેવાના શરૂ કરેલ આમ લગ્ન સિઝનમાં મહેંદી અને બ્યુટી પાર્લરના ઓર્ડર થકી માસિક અંદાજે ૪૦૦૦/-(ચાર હજાર રૂપિયા) ની રોજગારી ઉભી કરે છે. આ આવકથી તેના પરિવારને મદદરૂપ થાય છે.

ઘટક : મોડાસા -૨
Cdpoશ્રી નું નામ – જશોદાબેન વણકર
મુખ્ય સેવિકાનું નામ – મંજુલાબેન એ. વણકર
વિષય : મહેંદી ડીઝાઈન ,બ્યુટી પાર્લર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here