સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, અંગ્રેજી બોર્ડ ના ચેરમેન ડો. ઇરોસ વાજાની એમીનન્ટ પર્સન તરીકે નિમણુંક

મોરબી,

ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢ ના માનનીય કુલપતિશ્રી દ્વારા રાષ્ટ્રીય સેવા યોજના (NSS) એવોર્ડ ૨૦૧૯-૨૦ માટેની સ્ક્રીનિંગ કમિટીમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, અંગ્રેજી બોર્ડના ચેરમેન અને માતુશ્રી વીરબાઈમાં મહિલા આર્ટસ કોલેજ ના અંગ્રેજી વિભાગ ના વડા ડો. ઇરોસ વાજાની એમીનન્ટ પર્સન તરીકે નિમણુંક થતા શિક્ષણવિદો માં આનંદ ની લાગણી વ્યાપી છે.
રાષ્ટ્રીય સેવા યોજના (NSS) અંતર્ગત દર વર્ષે રાષ્ટ્ર સેવાના વિવિધ કાર્યોં જેવાકે શિક્ષણ, આરોગ્ય, પોષણ, પર્યાવરણ, સમાજસેવા, સ્ત્રી સશક્તિકરણ, આર્થિક વિકાસ, રાહત અને બચાવ કાર્યોં વગેરે ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કોલેજના પ્રોગ્રામ ઓફિસર તથા સ્વયંસેવકોને એવોર્ડ તથા રોકડ રકમ આપી સરકારશ્રીના NSS વિભાગ દ્વારા બિરદાવવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ડો. વાજા અંગ્રેજી તેમજ પત્રકારત્વ જેવા વિષયોમાં Ph. D. ની ડિગ્રીઓ ધરાવે છે. તેઓ એ કેનેડા, અમેરિકા, રશિયા, દુબઇ, જેવા દેશો ના શૈક્ષણિક પ્રવાસો કરી યુનિવર્સિટી અને દેશનું ગૌરવ વધાર્યું છે. ઉપરાંત ઇન્ડિયન એસોસિએશન ફોર કેનેડિયન સ્ટડીઝ જેવી ૧૨૮ દેશો માં ફેલાયેલી આંતરરાષ્ટ્રીય સંસ્થાના મેમ્બર ઓફ એક્ઝેક્યુટીવ કાઉન્સિલ તથા ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી ના એકેડેમિક કાઉન્સેલર તરીકે પણ સેવાઓ આપી રહ્યા છે. તેઓના સંશોધન પત્રો રાષ્ટ્રીય તેમજ આંતર રાષ્ટ્રીય કક્ષાના સામાયિકોમાં છપાતા રહ્યા છે. તેમના માર્ગદર્શન નીચે ઘણા વિદ્યાર્થીઓએ Ph. D. ની પદવીઓ પ્રાપ્ત કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here