સુપ્રીમ કોર્ટે દરેક મતદાન મથકોની ટકાવારી જાહેર કરવાની માંગ ફગાવી

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

ચૂંટણીના પાંચ તબક્કા પૂર્ણ થયા હવે ચૂંટણી પંચને આદેશ આપી મતદાનની પ્રક્રિયા બદલવી અયોગ્ય—- સુપ્રીમ કોર્ટ

લોકસભા ચૂંટણીના દરેક મતદાન મથકના મતદાનના આંકડા જાહેર કરવાની માંગ કરતી અરજી સર્વોચ્ચ અદાલતે ફગાવી દીધી છે અને અરજદારને ઝટકો આવ્યો છે. આ પ્રકારની અરજી કરવાના ‘સમયગાળા’ના મુદ્દે અરજદારને ફટકાર લગાવી હતી.

ચૂંટણી મતદાનના આંકડા જાહેર થવામાં ઢીલ મામલાની અરજી પર આજે સુપ્રિમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
મતદાન પુરું થવાના 48 કલાકમાં તમામ મતદાન મથકોની મત ટકાવારી ચૂંટણી પંચની વેબસાઇટ પર અપલોડ કરવાની માંગ એસોસીએશન ફોર ડેમોક્રેટીક રીફોર્મ દ્વારા કરવામાં આવી હતી. ચૂંટણી પંચે એવી દલીલ કરી હતી કે દરેક મતદાન મથકના આંકડા અપલોડ કરવાનું યોગ્ય નહીં ગણાય.

સુપ્રિમ કોર્ટના જસ્ટીસ દીપાંકર દત્તા તથા જસ્ટીસ એસ.સી. શર્માની બેંચ સમક્ષ ચૂંટણી પંચે એમ પણ કહ્યું કે મતદાન મથક દીઠ મતદાનની ટકાવારી વેબસાઇટ પર અપલોડ કરવાથી ચૂંટણી પ્રક્રિયામાં અરાજકતા સર્જાઇ શકે છે.

આ કેસમાં સુપ્રિમ કોર્ટે એમ કહ્યું કે, ચૂંટણીના પાંચ તબકકા પુરા થઇ ગયા છે ત્યારે હવે પ્રક્રિયા બદલવા માટે ચૂંટણી પંચને આદેશ કરવાનું યોગ્ય નહીં ગણાય. ચૂંટણી પંચના વકીલ મનીંદરસિંહે કહ્યું હતું કે અરજદારનો ઇરાદો મતદારોને ભ્રમિત કરવાનો છે.

પંચ તરફથી એમ પણ કહેવાયું હતું કે, ફોર્મ સીને સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવે છે. મતદાનના ફાઇનલ આંકડામાં 5 થી 6 ટકાનો વધારો થવાનો આરોપ ખોટો છે અને ચૂંટણીને બદનામ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here