સંખેડા તાલુકાના દિવાળી પુરા ગામે સહકારી દૂધ મંડળીના સંચાલકની મનમાની… ૨૦૧૫ થી હિસાબ માંગતા સભ્યો

સંખેડા સરફરાઝ પઠાણ (ડભોઇ) :-

દિવાળીપુરા ગામે દૂધ સહકારી મંડળી ના મંત્રી સામે મંડળીના સભ્યોનો ઉગ્ર રોષ

ગ્રામ્ય કક્ષાએ એકત્રિત થતા દૂધના જથ્થાના નિકાલ માટે દરેક જિલ્લામાં સમવાયી મંડળી તરીકે દૂધ સંઘનો ઉદય થયો હતો ત્યારે ગ્રામ્ય કક્ષાએ અને જિલ્લા કક્ષાએ ખેડૂતોના વિકાસની સાથે સાથે ડેરી ઉદ્યોગ પણ ક્રાંતિ આણવામાં અગત્યની ભૂમિકા ભજવે છે. ત્યારે આવા વિકાસમાં અવરોધ ઊભો કરતી સંખેડા તાલુકાની દિવાળીપુરા ગામની દૂધ સહકારી મંડળી પણ આ ગામડાની અણપઢ પ્રજાને લૂંટવામાં કાંઈ જ બાકી રાખતી નથી. આ દૂધ મંડળી આ ગામડાની ગરીબ અને અણપઢ પ્રજાનો પુષ્કળ પ્રમાણમાં લાભ ઉઠાવી રહી છે.
હાલમાં આ જિલ્લામાં આશરે ૧૨૪૦ જેટલી દૂધ સહકારી મંડળીઓ કાર્યરત છે. આ સહકારી સંસ્થામાં પ્રજાના પ્રતિનિધિઓ ગોલામારી આંતરી લાખો રૂપિયા પોતાના ખિસ્સામાં સેરવી લેતા હોવાનું ગામલોકોના‌ મુખે ચર્ચાઈ રહ્યુ છે. આ દિવાળીપુરા સહકારી દૂધ મંડળી નો વહીવટ હાલ મંત્રી તરીકે ગણપતભાઇ કંચનભાઈ બારીયા પોતે સંભાળી રહ્યા છે .પરંતુ તેનો સંપૂર્ણ વહીવટનો દોરીસંચાર તેમના પુત્ર કરે છે અને તેઓ દ્વારા 2015 થી આજદિન સુધી કોઇ પણ જાતના હિસાબો આજ દિન સુધી દૂધ સહકારી મંડળીના હિસાબો સભ્યો સમક્ષ વાંચનમાં લેવામાં આવ્યા નથી .જેથી આજરોજ દિવાળીપુરા દૂધ સહકારી મંડળીના સભ્યો એ ગામમાં એકત્રિત થઈ આ મંત્રી સામે અવિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને ગ્રામજનોએ છેલ્લા સાત વર્ષથી બાકી પડતા હિસાબો સભ્યો સમક્ષ રજૂ કરવા માગણી કરી હતી. પરંતુ આ સત્તાધીશ પ્રજાના પ્રતિનિધિ એ આ હિસાબો અંગે ખબર જ ક્યાં છે ? કારણ કે તેનો સંપૂર્ણ વહીવટ નો દોરીસંચાર તેમના પુત્ર પાસે હોય છે.તો શું આ દૂધ મંડળી હાલ નફો કરતી હશે ? કે પછી ખોટ ? એ તો આવનારો સમય જ બતાવશે.
હાલમાં ગામ લોકોના મુખે બીજી પણ એક ચર્ચા કરી રહ્યા છે કે આ દૂધ સહકારી મંડળીમાં ઉચ્ચ અધિકારીઓ સાત વર્ષ સુધી કોઈ હિસાબ આપવો કે ઓડિટ રિપોર્ટ માગ્યા જ નહીં હોય તેવા અનેક સવાલો આ ગામ લોકોના મુખે ચર્ચાઈ રહ્યા છે આજરોજ આ ગામની દૂધ મંડળી અંગે મીડિયા મિત્રોએ મુલાકાત લીધી ત્યારે ગામ લોકોએ આ વહીવટ અંગે સ્પષ્ટ જણાવ્યું હતું કે છેલ્લા ૭ વર્ષ એટલે કે 2015 થી આ મંડળી ના કોઈ સભ્યો સમક્ષ હિસાબો વાંચનમાં લેવાયા નથી એમ પત્રકારો ને જણાવેલ છે અને સમગ્ર સભા પણ બોલાવવામાં આવી નથી. આ વહીવટમાં અમારી અનપઢતાનો લાભ લીધો છે અને ખોટા ઠરાવો ચોપડે ચડાવી દીધા છે તો શું આવી લે ભાગુ મંડળીઓની ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ આચરવામાં આવશે ? કે પછી વિઝીટ કર્યા વગર જ આ કેસ દફ્તરે થઈ જશે એવી ચર્ચા ગ્રામ જનોમાં ચર્ચાઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here