સંખેડાના રતનપુર(ક)નજીક ઓરસંગનદીના પોર્ટમાં 20 હેક્ટર તરીકે ઓળખાતા વિસ્તારમાંથી ખાણ ખનીજ ખાતાએ અચાનક તપાસ કરતા મશીન અને ટ્રકો ઝડપાઇ

સંખેડા, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

સંખેડા તાલુકાના રતનપુર (ક)નજીક ઓરસંગ નદીના પોર્ટમાં 20 હેક્ટર તરીકે ઓળખાતા વિસ્તારમાંથી ખાણ ખનીજ ખાતાના કર્મચારીઓ યોગેશભાઈ સવજાણી અને સંજયભાઈ પરમાર અને કૈયૂર પડિયા દ્વારા બપોરના સમયે આકસ્મિક તપાસ હાથ ધરાઈ હતી.જેમાં અત્રે બિનઅધિકૃત વિસ્તારમાંથી રેતી ખનન ચાલતું હોવાનું ધ્યાન ઉપર આવ્યું હતું. જેથી અત્રેથી એક રેતી ભરવાનું મશીન તેમજ એક રેતી ભરેલી ટ્રક અને એક ખાલી ટ્રક ઝડપી કાઢી હતી. ઝડપાયેલા મુદ્દા માલ ની કિંમત આશરે 70 લાખ જેટલી થતી હતી.
ખાણખનીજ ખાતાના કર્મચારી યોગેશભાઈ સવજાણીના જણાવ્યા મુજબ આ ઝડપાયેલ રેતી ભરવાનું મશીન વિવેકભાઈનું તેમ જ બે ટ્રકો ઝડપાઈ હતી તે ટ્રકો રણજીત પાટણવાડિયા અને મનુભાઈ પાટણવાડિયાની હતી.
ઝડપાયેલા આ મશીન અને ટ્રકોગોલાગામડી ચેકપોસ્ટ ઉપર મૂકવામાં આવી હોવાનું જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here