શહેરા : School Of Excellence અંતર્ગત શેખપુર પ્રા.શાળામાં માર્ગદર્શન સેમિનાર યોજાયો…

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-

સમગ્ર શિક્ષા, શહેરા આયોજિત School Of Excellence ના તા.21.01.2022 નવા માપદંડોના સર્ટીફીકેટના માર્ગદર્શન તેમજ SOE ની કામગીરી સંદર્ભે બી.આર.સી.કો.ઓર્ડીનેટર શહેરા ડૉ.કલ્પેશ આર.પરમારની અધ્યક્ષતામાં શેખપુર પ્રા.શાળા ખાતે ડિઝિટલ માધ્યમથી માર્ગદર્શન સેમિનાર યોજવામાં આવ્યો. જેમાં હોંસેલાવ સી.આર.સી.કો.ઓર્ડીનેટર મતીનભાઈ માવલી દ્વારા સ્વાગત પ્રવચન, એલેક્ષ પટેલ દ્વારા Base line assessment તેમજ અન્ય શૈક્ષણિક બાબતોને ધ્યાને લઈ SI દ્વારા ઉપયોગમાં લેવાતી મૂલ્યાંકન ફોર્મેટની માર્ગદર્શિકાને સમજાવી હતી. જાવેદ પઠાણ દ્વારા દૈનિક નોંધ પોથી, પાથ આયોજન, દિન વિશેષ પ્રવૃત્તિ, શિક્ષકો પાસે રાખવાના Base line assessment, SCE પત્રક, એકમ કસોટી ચકાસણી, TLM વગેરે સંદર્ભે માર્ગદર્શન આપ્યું હતું. મંગલીયાણા પ્રા.શાળાના મદદનીશ શિક્ષક વિકાસભાઈ પટેલ દ્વારા પોતાની શાળાની કામગીરીનું પ્રેઝન્ટેશન, ધમાઈ પ્રા.શાળા મદદનીશ શિક્ષક વિનુભાઈ આર.પટેલીયાએ પોતાની કામગીરીનો અહેવાલ રજૂ કર્યો હતો. તેમજ ડૉ.કલ્પેશ આર.પરમારના જણાવ્યા અનુસાર ગુણોત્સવ 2.O અંતર્ગત School Of Excellence ના તા.21.01.2022 મુજબ નવા માપદંડના આધારે SOE પ્રમાણપત્ર શાળાની કામગીરી GSQAC દ્વારા માપવામાં આવશે અને શ્રેષ્ઠતાનું પ્રમાણપત્ર આપવામાં આવશે. જેમાં સ્કૂલ ઓફ એક્સેલન્સના મેરિટ પ્રમાણપત્ર માટે 50 -70 % બાળકો 80 % પ્રાપ્ત કરે છે અને ઉચ્ચ ગ્રેડ યોગ્ય શિક્ષણ પરિણામો પ્રાપ્ત કરે છે 75 % બાળકો ઓછામાં ઓછા 40 % ગુણ મેળવે છે. ગ્રેડ યોગ્ય શિક્ષણ પરિણામો 80 % બાળકો પાસે FLN કૌશલ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર SOE માપદંડો અનુસાર હોવું જોઈએ શાળાઓ GSQAC ગ્રીન 1 સ્ટાર રેટિંગ પ્રાપ્ત કરે છે. ડિસ્ટિંક્શન સર્ટિફિકેટ 70 થી 80 % બાળકો 80 % અને તેથી વધુ ગ્રેડ યોગ્ય શિક્ષણ પરિણામો પ્રાપ્ત કરે છે 85 % બાળકો ઓછામાં ઓછા 40 % ગ્રેડ મેળવે છે. યોગ્ય શિક્ષણ પરિણામો 90 % બાળકો પાસે FLN કૌશલ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર SOE માપદંડો અનુસાર શાળામાં હોવું જોઈએ GSQAC ગ્રીન 2 સ્ટાર રેટિંગ તેમજ એક્સેલન્સ સર્ટિફિકેટ માટે 80 % કે તેથી વધુ બાળકો ગ્રેડ યોગ્ય શિક્ષણ પરિણામો પ્રાપ્ત કરે, 80 % થી વધુ બાળકો 80 % અને તેનાથી ઉપરના ગ્રેડ યોગ્ય શીખવાના પરિણામો હાંસલ કરે છે. 90 % બાળકો ઓછામાં ઓછા 40 % ગ્રેડ યોગ્ય શીખવાના પરિણામો મેળવે છે. 95% બાળકો પાસે FLN કૌશલ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં હોવું જોઈએ. SOE ના માપદંડો અનુસાર શાળાને GSQAC ગ્રીન 3 સ્ટાર રેટિંગ મળી શકે. તેમજ Google ડોક્યુમેન્ટ અંતર્ગત વિવિધ પ્રકારની પ્રોફાઈલ નિભાવવી તેમજ G-SHALA, Microsoft Teams, Diksha link વગેરે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી શિક્ષણને વધુ અસરકારક બનાવવું, શાળા પુસ્તકાલયનો ઉપયોગ, શાળા સલામતી, સંચાલન તેમજ FLN સમીક્ષા, ફોટો વીડિયો વગેરેમાં એડીટીંગ કરી શ્રેષ્ઠ પ્રદર્શન કેવી રીતે કરવું વગેરે સંદર્ભે માર્ગદર્શન આપ્યું હતું. તેમજ મસુરભાઈ ખાંટ, કનુભાઈ પગી, જીતેન્દ્રભાઈ સિંધી, રમેશભાઈ પરમારે વગેરેએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. છેલ્લે શાળા નિદર્શન કરી ગ્રુપ ચર્ચા કરવામાં આવી હતી. ડૉ.કલ્પેશ આર.પરમારે શાળા પરિવાર દ્વારા ચા નાસ્તો તેમજ સહકાર આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. શહેરા શિક્ષણ પરિવાર માટે સ્કૂલ ઓફ એક્સેલન્સ સેમિનાર આદર્શ માર્ગદર્શન બની રહેશે તેમજ વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે પ્રેરણાસ્ત્રોત રહેશે. અન્ય શાળાના શિક્ષકો, આચાર્યો તેમજ સી.આર.સી.કો.ઓર્ડીનેટર ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમને અંતે આભાર વિધિ દસરથસિંહ પટેલે કરી હતી. સેમિનાર દરમિયાન કોવિડ – 19 ની અદ્યતન ગાઈડલાઈન અનુસરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here