શહેરાના વલ્લભપુર ખાતે આવેલ ગ્રેનાઈટ પથ્થરની લીઝનો પરવાનો રદ કરવામાં આવતા ખનીજ માફિયાઓમાં ફફડાટ…

શહેરા,(પંચમહાલ)
ઇમરાન પઠાણ

શહેરાના વલ્લભપુર ખાતે આવેલ ગ્રેનાઈટ પથ્થરની લીઝ વિજ્ઞાન અને ખનીજ કમિશ્નર દ્વારા રદ કરવામાં આવતા ખનીજ ચોરોમાં ફફડાટ ફેલાયો હતો. જ્યારે પથ્થરની લીઝ રદ થતા ગામના જાગૃત નાગરિકોમાં ખુશી છવાઇ હતી..

શહેરા તાલુકાના વલ્લભપુર ગામ ખાતે દીપકકુમાર અમૃતલાલ પટેલની બેટર વિસ્તારમાં ગ્રેનાઈટ પથ્થરની લીઝ પાછલા કેટલાક વર્ષોથી ચાલતી હતી. આ પથ્થરની લીઝ ગૌચરમાં હોવાના આક્ષેપ સાથે લીઝ બંધ થાય તે માટે ગામના જાગૃત નાગરિક જે બી સોલંકી સહિતનાઓ દ્વારા ખનીજ વિભાગ સહિતના લાગતા વળગતા તમામ તંત્ર સુધી લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી. તંત્રના છૂપા આશીર્વાદના કારણે ગ્રેનાઈટ પથ્થરની લીઝ સામે અસરકારક કાર્યવાહી કરવામાં આવી રહી નહતી. જેને લઈને આ ગામના જાગૃત નાગરિક જે .બી. સોલંકી , રત્નાભાઇ માછી, કોદર સિંહ સોલંકી સહિતનાઓ આ પથ્થરની લીજ બંધ થાય તે માટે 2 જુલાઈના રોજ ગાંધીનગરના ઉદ્યોગ ભવન ખાતે આત્મવિલોપન કરવા માટે ગયા હતા અને પોલીસે તેઓનો આત્મવિલોપનનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો ત્યાર બાદ ખનીજ વિભાગના કમિશનર દ્વારા દિપક અમૃતલાલ પટેલની બે હેક્ટર વિસ્તારમા આવેલી ગ્રેનાઈટ પથ્થરની લીઝ રદ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. જેને લઈને ખનીજ ચોરોમાં ફફડાટ ફેલાયો છે જ્યારે આ ગામના જાગૃત નાગરિકોમા ગ્રેનાઈટ પથ્થરની લીઝ રદ કરવામાં આવતા ખુશી છવાઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here