શહેરા : સ્વજનોના હક્ક મારીને રૂક્ષમણી પેટ્રોલિયમનો બારોબાર સોદો થયો હોવા બાબતે ભાઈના વિરૂધ્ધમાં ભાઈ કાયદાની શરણે

શહેરા,(પંચમહાલ)
સાજીદ શેખ (ગોધરા)

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં આવેલ વર્ષો જૂના રૂક્ષમણી પેટ્રોલિયમને લઈને એક ભાઈએ બીજા ભાઈના વિરૂધ્ધમાં શહેરા પોલીસ સ્ટેશન ખાતે રજૂઆત ફરિયાદ કરી હોવાની વાતને લઈને શહેરા પંથક સહિત સમસ્ત જિલ્લાના ભૂમાફિયા ભૂગર્ભમાં ઉતારી ગયા છે.

પ્રાપ્ત મળતી વિગતો મુજબ હાલ અનેક ભૂ માફોયાઑ પોતાના સ્વજનોના હક્ક પચાવી રાતો રાત માલેતુજ્જાર બનવાના સ્વપ્ના સેવી રહ્યા છે, આવો જ એક બનાવ શહેરા નજીક આવેલ રૂક્ષમણી પેટ્રોલિયમને લઈને ઊભો થતાં સીધી લીટીના વારસદાર તરીકે આવતા ગરીબ ભાઈ એવા તલ્લીનકુમાર શાહે પોતાના નાના ભાઈના વિરુધ્ધમાં શહેરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ રજૂઆત દાખલ કરી છે. જેને લઈને હાલ રૂક્ષમણી પેટ્રોલિયમ સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બની ગયો છે.

શહેરા તાલુકામાં આવેલ રૂક્ષમણી પેટ્રોલિયમના મૂળ માલિક એવા તલ્લીનકુમાર શાહના પિતા મદનલાલ શાહે પોતાના અવશન પહેલા વિલ યાને વસિયતનામું કરી અમુક શરતોને આધીન પોતાના બીજા પુત્ર ભવ્યકાન્તને રૂક્ષમણી પેટ્રોલિયમનું સંચાલન કરવાનો કારભાર સોપ્યો હતો. પરંતુ રૂક્ષમણી પેટ્રોલિયમના મૂળ માલિક એટલે કે મદનલાલ શાહના અવશાન પછી રૂક્ષમણી પેટ્રોલિયમના સંચાલક એવા ભવ્યકાન્ત શાહે પોતાના મોટા ભાઈ તલ્લીનકુમારની જાણ બહાર કે પછી કહ્યા પૂછ્યા વગર વારસાગત પેટ્રોલપંપ વેચી દીધો હોવાની જાણ થતાં તલ્લીનકુમાર શાહે શહેરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ રજૂઆત કરી છે. જેમાં તેઓએ જણાવ્યુ છે કે રૂક્ષમણી પેટ્રોલિયમના મૂળ માલિક અમારા પિતાએ તેઓની હયાતીમાં વિલ યાને વસિયતનામું કેરેલ હતું જેમાં તેઓએ રૂક્ષમણી પેટ્રોલિયમનું સંચાલન અમુક શરતોને આધીન મારા નાના ભાઈ ભવ્યકાન્તને સોપ્યું હતું અને તે વિલમાં સ્ત્પષ્ટ જણાવ્યુ હતું કે પેટ્રોલપંપમાથી થતી આવકમાની 25 % રકમ અમોને અને 15 % રકમ અમારી માતાને આપવાની રહેશે પરંતુ મારા ભાઈએ ક્યારે પણ એ આવકમાથી અમોને કોઈ પણ હક્ક કે રકમ આપી નહટી તેમજ અમારી માતાના અવશાન પછી અમારા વારસાગત હકકે આવતી મિલકત એવા રૂક્ષમણી પેટ્રોલિયમને અમારી સંમતિ વગર બારોબાર વેચી દીધો છે,

આ સમગ્ર બાબતને લઈને એક ભાઈ એ બીજા ભાઈની વિરુધ્ધમાં પોલીસની મદદની આશાએ પોતાનો હક્ક બચવવાની ગુહાર લગાવી છે અને રૂક્ષમણી પેટ્રોલિયમ એવા પોતાના વારસાગત હક્કની મિલકતનો દસ્તવેજ થાય એ પહેલા પોલીસ પ્રસાશન સહિત પોતાની રજૂઆત ફરિયાદ સબ રજીસ્ટ્રાર સમક્ષ પણ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here