શહેરા : વાતાવરણમાં બદલાવ સાથે વરસાદ પડતા સામાન્ય જન જીવન સહીત ધરતીપુત્રોની ચિતામાં વધારો…

શહેરા,(પંચમહાલ)
ઇમરાન પઠાણ

સમગ્ર વિશ્વને વસમાં કરનાર કોરોના વાયરસે ભારતને પણ પોતાના ભરડામાં લઇ લીધું છે, કેન્દ્ર શાસિત ભારત સરકાર સહીત દરેક રાજ્યોની સરકારોએ લોકડાઉન સાથેના અનેક પ્રયાસો કર્યા હોવા છતાં આજે દેશમાં કોરોનાનો પ્રકોપ દિનપ્રતિદિન વાયુવેગે વધી રહ્યો છે. જેના કારણોસર હાલ દેશની જનતાની હાલત ખુબ જ કફોડી બની ગઈ છે. લોકડાઉન પછી અનલોક-૦૧ અમલમાં મુકાતા સામાન્ય નાગરિકો સહીત રોજ મજુરીકામ કરી પોતાના ઘર પરિવારનું ગુજરાન ચલાવતા લોકોની ગાડી માંડ પાટા પર ચઢી રહી હતી એવામાં કુદરતી હોનારત એવા નિસર્ગ વાવાઝોડાના સમાચારે લોકોના જીવ અધ્ધર કરી દીધા હતા, રાજ્યમાં વાવાઝોડું તો ના આવ્યું પરંતુ સમયથી પહેલા વરસાદી માહોલ સર્જાતા ફરીથી ધંધા રોજગારમાં માઠી અસર દેખાઈ રહી છે. એક તરફ કોરોનાનો કહેર અને બીજી બાજુ વાદળછાયા વાતાવરણ જેવો માહોલ હાલ લોકો માટે ચિંતાનો વિષય બની ગયો છે.

ગત રોજ શહેરા સહિત સમગ્ર તાલુકામાં સવારથી આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું જોવા મળી રહયુ હતુ. બપોરના બે વાગ્યાની આસપાસ ધીમીધારે વરસાદ પવન સાથે શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. અચાનક આવેલ વરસાદના પગલે રાહદારીઓ સહિત ટુ વ્હીલર વાહનચાલકોને થોડી વાર માટે ઉભા રહી જવાની ફરજ પડી હતી. વાતાવરણના બદલાવ સાથે વરસાદ આવવાથી સામાન્ય જનજીવન સહીત ખેડૂતવર્ગ ભારે ચિંતિત થઈ ઊઠ્યો હતો…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here