શહેરા બસ મથક વિસ્તારમાં પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા વિનામૂલ્યે માસ્ક વિતરણ

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-

અંદાજીત 2000 જેટલા માસ્ક આપી લોકોને કિરોના પ્રત્યે સંજ્ઞાન આપ્યું

સમગ્ર ભારતમાં કોરોના મહામારીની બીજી લહેર ઘાતક સાબિત થઈ રહી છે અને નવા સ્ટ્રેઇન મુજબ ૪૫ વર્ષથી ઓછી વયના લોકો અને નાના બાળકો વધારે સંક્રમીત થઈ રહયા હોવાના કિસ્સા જોવા મળી રહયા છે ત્યારે બુધવારના રોજ શહેરા પોલીસ મથકના ઇન્ચાર્જ પી.આઈ નંદલાલ પ્રજાપતિ,પો.સ.ઈ લકી પટેલ, નીલમ ઢોડિયા તેમજ પોલીસ કર્મીઓ સાથેજ શહેરા મામલતદાર મેહુલ ભરવાડ તેમજ અન્ય વહીવટી વિભાગના કર્મચારીઓને સાથે રાખી નગર વિસ્તાર તથા બસ મથક વિસ્તારમાં વિના મૂલ્યે માસ્ક વિતરણનું સંયુક્ત અભિયાન હાથ ધર્યું હતું જે પણ કોઈ લોકો માસ્ક વગર નજરે પડયા હતા તેઓને માસ્ક આપી કોરોના મહામારીની ભયાનકતા અને તેનાથી શુ થઈ શકે તે બાબત થી અવગત કરાવ્યા હતા નોંધનીય છે કે આવનાર દિવસોમાં કોરોનાની મહામારી ગંભીર રૂપ ધારણ કરવાની છે ત્યારે શહેરાનું પોલીસતંત્ર અને કોરોના સંક્રમણ અને વહીવટ તંત્ર અત્યારથી જ કામે લાગી ગયું છે અને કોરોના સંક્રમણ ને વધતો અટકાવવાના તમામ પ્રયાસો હાથ ધરાઈ રહયા છે.

બુધવારના રોજ શહેરા રેવન્યુ વિભાગ અને પોલીસ તંત્ર સાથે મળી પોલીસ સ્ટેશનથી નગર વિસ્તારમાં વેપારીઓ તથા વાહન ચાલકો કે જેને માસ્ક ન હતા પહેર્યા તેઓને અંદાજીત 2000 જેટલા માસ્કનું વિતરણ કર્યું છે અને આગામી સમયમાં સુધારો નહિ આવે તો સખત પગલાં લેવાશે સાથેજ દંડનાત્મક કાર્યવાહી પણ હાથ ધરાશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here