શહેરા પોલીસ સ્ટેશનના અપહરણના ગુન્હામાં નાસતા ફરતા આરોપી તથા ભોગબનનારને શોધી કાઢતી પંચમહાલ પેરોલ ફર્લો સ્કવોર્ડ

શહેરા, (પંચમહાલ) ઇમરાન પઠાણ :-

નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી આર.વી.અસારી સાહેબ પંચમહાલ- ગોધરા રેન્જ,ગોધરા તથા પોલીસ અધિક્ષકશ્રી હિમાંશુ સોલંકી સાહેબ નાઓએ આપેલ સુચના આધારે અધિક પોલીસ મહાનિદેશકશ્રી સી.આઈ.ડી. ક્રાઈમ અને રેલ્વેઝ ગુ.રા.ગાંધીનગરનાઓની ગુમ/અપહરણ થયેલા બાળકો/ મહિલાઓ શોધવાના સ્પેશ્યલ ડ્રાઇવમાં વધુમાં વધુ અપહરણના ગુન્હામાં નાસતા ફરતા આરોપીઓને પકડવા સારૂ સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે આધારે પો.સ.ઈ શ્રી બી.એમ.રાઠોડ પેરોલ ફર્લો સ્કવોર્ડ, પંચમહાલ ગોધરા નાઓને હ્યુમન સોર્શીસ દ્રારા બાતમી હકિકત મળેલ કે, શહેરા પોલીસ સ્ટેશન એ પાર્ટ નં-૧૧૨૦૭૦૬૧૨૩૦૭૬૨/૨૦૨૩ ઇ.પી.કો કલમ ૩૬૩,૩૬૬ તથા પોકસો અધિ કલમ -૧૨ મુજબના અપહરણના ગુન્હાના કામે નાસતો ફરતો/વોન્ટેડ આરોપી કિરણભાઈ પ્રતાપભાઇ ઉર્ફે કાન્તીભાઈ નાયક રહે-તાડવા ફાટક ફળીયુ તા.શહેરા, જી.પંચમહાલનાનો નાનો કોસમડા તા- પેરોલ ફર્લો સ્ટાફના માણસોને તપાસમાં મોકલી આપતા ઉપરોકત આરોપી કોસમડા તા.કામરેજ જી-સુરત ખાતે હોવાની ચોક્કસ બાતમી હકીકત મળેલ હોય જે બાતમી હકિકત આધારે જી.સુરત ખાતેથી મળી આવતા આરોપીને હસ્તગત કરી આગળની કાર્યવાહી થવા સારૂ આરોપી તથા ભોગબનનારને શહેરા પો.સ્ટે. ખાતે સોંપવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here