શહેરા પાલિકા દ્વારા સમગ્ર શહેરા નગરમાં ગુમાસ્તા ધારાની કડક અમલવારી

શહેરા,(પંચમહાલ)
ઇમરાન પઠાણ

દવાની દુકાનોને પણ ગુમાસ્તામાં આવરી લેવામાં આવી

શહેરામાં વર્ષોથી ગુમાસ્તો ધારો અમલમાં છે પરંતુ નગરપાલિકાના આળસુ વલણના કારણે તેનું પાલન કરાવવામાં પાલિકા ધરાર નિષ્ફળ નિવડી હતી રવિવારના રોજ એકાએક પાલિકાના અધિકારીઓ ને આત્મજ્ઞાન લાધ્યું હોય તેમ સવારથી શોપ ઇન્સ્પેક્ટર જીતેન્દ્રભાઈ જોશી અને તેઓની ટીમ પાલિકા વિસ્તારમાં નીકળી હતી અને તમામ દુકાનો બંધ કરાવી હતી સાથે જ એક શાકભાજીની દુકાનવાળા ને ૧૦૦૦ (હજાર ) રૂપિયાનો દંડ પણ કરવામાં આવ્યો હતો.નોંધનીય છે કે કોરોના જેવી મહામારી વચ્ચે પણ દવાની દુકાનો અને જીવન આવશ્યક વસ્તુઓની દુકાનો ખુલ્લી રાખવામાં આવી હતી પરંતુ રવિવારના રોજ ગુમાસ્તા ધારા હેઠળ દવાની દુકાનો બંધ કરવામાં આવી હતી જેનો ગુસ્સો દવાની દુકાન માલિકો ના ચહેરા પર સ્પષ્ટપણે દેખાઈ રહ્યો આમ આવા મહામારીના સમયમાં દવાની દુકાનો ગુમાસ્તા ધારામાં બંધ કરાવી પાલિકા શુ સાબિત કરવા માંગે છે તે સમજાતું નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here