શહેરા નગરમાં હનુમાન જયંતિની ભવ્ય શોભા યાત્રા નીકળી

શહેરા, (પંચમહાલ) ઇમરાન પઠાણ :-

આજ રોજ ડી.આઈ.જી ચિરાગ કોરડીયાની સૂચના હેઠળ ઇન્ચાર્જ. પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પ્રાક્રમસિંહ રાઠોડ નાયબ પોલીસ અધિક્ષક ગોધરા વિભાગના ઓ શોભા યાત્રા માં સાથે રહી શહેરા નગર માં નીકળનાર હનુમાન જન્મ જયંતિ નિમિતે શોભાયાત્રાના બંદોબસ્ત અન્વયે પોલીસ અધિકારી,કર્મચારીઓ સાથે શહેરા વિસ્તારમાં ચુસ્ત પેટ્રોલિંગ ચાલુ કરેલ હતું.

હનુમાનજીના જન્મદિવસ નિમિતે સમગ્ર રાષ્ટ અને સમગ્ર ગુજરાતમાં શોભાયાત્રા નીકળેલ હતી. તેના ભાગરૂપે પંચમહાલ જિલ્લાનાં શહેરા ખાતે હનુમાનજીના જન્મદિવસ નિમિતે ઉત્સવ ને લઈને શહેરા નગર ના માર્ગ પર શોભાયાત્રા નીકળી હતી . જેમાં ભક્તો મોટી સંખ્યા સામીલ થયાં હતા. આ શોભા યાત્રા બસ્ટેન્ડ રોડ થઇ પોલીસ ચોકી થઇ ઘાંચી વિસ્તાર અને મેન બજાર ઉપર થી આ શોભાયાત્રા પસાર થઈ હતી. આ શોભા યાત્રા માં શાંતિ અને સલામતીના ભાગરૂપે કાયદો અને વ્યવસ્થા સારી રીતે જાળવી રહે તે માટે એન.ટી.રાયોટ સિસ્ટમ રાયોટ કન્ટ્રોલીગ સિસ્ટમના રેસ્ટુમેન્ટ સાથે તમામ પોલીસ રાયોટ કન્ટ્રોલીંગના સાધનસામગ્રી સાથે આ શોભાયાત્રા માં સામીલ કરવામાં આવી હતી. કોઈ પણ પ્રકારનો બનાવ ન બંને અને શોભા યાત્રા ની ઉજવણી સારી રીતે શાંતિ થી થાય,કોઈ પ્રશ્ન ઉભો ન થાય તે માટે સંપૂર્ણ તકેદારી શહેરા પોલીસે રાખવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here