શહેરા તાલુકા પંચાયતમાં ફરી એકવાર કેસરિયા રાજ

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ

પ્રમુખ ઉપપ્રમુખ અને અન્ય હોદ્દેદારોની બિનહરીફ વરણી કરવામાં આવી

૨૮મી ફેબ્રુઆરીનાં રોજ યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની ૨જી માર્ચનાં રોજ ગણતરી યોજાઈ હતી જેમા શહેરા તાલુકા પંચાયતની ૩૦ બેઠકો પૈકી ૧૧ બેઠકો પર ભાજપનાં ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા હતા તો ૧૯ બેઠાકોમાંથી ૧ અપક્ષ અને ૧ કોંગ્રેસને ફાળે ગઈ હતી આમ કુલ ૨૮ બેઠકો પર ભાજપનો ઝળહળતો વિજય થયો હતો જે અનુસંધાને ૧૮મી માર્ચના રોજ શહેરા તાલુકા પંચાયત કચેરી સભાખંડમાં સવારનાં ૧૧ વાગ્યે પ્રોબેશનલ આઈ. એ. એસ રામનિવાસ ભૂગલિયાંની અધ્યક્ષતામાં પ્રમુખ,ઉપપ્રમુખ તેમજ અન્ય હોદ્દેદારો ની વરણીની પ્રક્રિયા ચૂંટાયેલા સભ્યોની હાજરીમાં હાથ ધરાઈ હતી જોકે નાંદરવા બેઠકના ઉમેદવાર ગેરહાજર રહયા હતા.તારીખ ૧૭મી માર્ચના રોજ જિલ્લા કક્ષાએ થી પ્રમુખ પદ માટે રયજીભાઈ કાનાભાઈ નાયકા ઉપપ્રમુખ તરીકે ભારતસિંહ પ્રભાતસિંહ સોલંકીના નામનું મેન્ડેટ આપવામાં આવ્યું હતું આમ બીજી કોઈ દાવેદારી રજૂ ન થતા ઔપચારિકતાની દ્રષ્ટિએ પ્રમુખ તરીકે રયજીભાઈ કાનાભાઈ નાયકા,ઉપપ્રમુખ તરીકે ભારતસિંહ પ્રભાતસિંહ સોલંકી ના નામની જાહેરાત થતા સર્વાનુમતે તેઓને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા જેમાં સવારથી જ પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો પ્રમુખ ઉપપ્રમુખના નામોની વરણી થતા તેઓની સમર્થકો દ્વારા તેઓને હાર તોરા પહેરાવી મોઢું મીઠું કરાવ્યું હતું આમ ફરી એક વખત તાલુકા પંચાયત શહેરા ખાતે કેસરિયા રાજ સ્થપાયું હતું.

૨૯- વાડી તાલુકા પંચાયત બેઠક પરથી કોંગ્રેસ ના જશવંતસિંહ ઉર્ફે.જે. બી. ની ભાજપના પ્રતિસ્પર્ધી ને ૨૦૦ મતોથી હરાવી જીત હાંસલ કરી હતી પરંતુ ચૂંટણીનાં સમયગાળામાં લેન્ડ ગ્રેબિંગનાં ગુન્હા હેઠળ તેની ધરપકડ થતા તે જેલવાસ ભોગવી રહયા છે અને ગુરુવારના રોજ સામાન્ય સભામાં તેને પોલીસ જાપ્તા હેઠળ શહેરા તાલુકા પંચાયત કચેરીના સભાખંડમાં લાવવામાં આવ્યા હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here