શહેરા તાલુકાના બાહી ગામે સંકલ્પ યાત્રાના રથનું ઉમંગભેર સ્વાગત કરતા ગ્રામજનો

શહેરા, (પંચમહાલ) ઇમરાન પઠાણ :-

જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.બારિયાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો

સરકારશ્રીની વિવિધ યોજનાઓ અંતર્ગત લોકોએ ઘર આંગણે જ લાભ મેળવ્યો

વિકસિત ભારત સંકલ્પ યાત્રા પંચમહાલ જિલ્લાના ૭ તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારોમાં પરિભ્રમણ કરી રહી છે, આ યાત્રાનો રથ શહેરા તાલુકાના બાહી ગામે પહોંચતા ગ્રામજનો દ્વારા ઉમંગભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

બાહી ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા પહોંચતા પંચમહાલ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.બારિયાના અધ્યક્ષસ્થાને
કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં સરકારશ્રીની વિવિધ યોજનાઓ અંતર્ગત બહોળી સંખ્યામાં લોકોએ લાભ મેળવ્યો હતો.

આ કાર્યક્રમમાં વિવિધ વિભાગોના પ્રદર્શન થકી લોકોને યોજનાકીય લાભો મેળવવા માહિતી આપી હતી.ઉપસ્થિત લોકોએ સ્થળ પર સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભ મેળવ્યા હતા.ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને ડ્રોન ટેકનોલોજી અંગે માહિતી આપીને જાહેરમાં ડ્રોનનું પ્રદર્શન કરાયું હતું.ઉજ્જવલા યોજના અંતર્ગત લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યા હતા.આરોગ્ય વિભાગ તરફથી ટી.બી સ્ક્રીનીંગ કરાયું હતું. આ સાથે લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ વિતરણ કરાયા હતા.આ તકે લાભાર્થીઓએ ઘર આંગણે જ વિવિધ લાભ મળતા સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ યાત્રા દરમિયાન મામલતદારશ્રી,તાલુકા વિકાસ અધિકારીશ્રી સહિત વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ, મહાનુભાવો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here