શહેરા તાલુકાના દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે રિસોર્સ રૂમ શરૂ કરવામાં આવ્યો…

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-

તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શહેરા શ્રીમતિ ચેતનાબેન પરમારની અધ્યક્ષ, મુખ્ય મહેમાન નાયબ જિલ્લા પ્રોજેકટ કો.ઓર્ડીનેટર નીતિનભાઈ પટેલ તેમજ અતિથિ વિશેષ જિલ્લા એકાઉન્ટ અધિકારી પૂજનભાઈ જોશી, બી.આર.સી.કો.ઓર્ડીનેટર શહેરા ડૉ. કલ્પેશ આર.પરમાર વગેરેની ઉપસ્થિતિમાં દિવ્યાંગ બાળકોના શૈક્ષણિક માર્ગદર્શન તેમજ વિવિધ પ્રકારની શારીરિક કસરતો કરવા માટે રીસોર્સ રૂમ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. તમામ મહેમાનો દ્વારા વ્હાલા દિવ્યાંગ બાળકોને આશીર્વાદ તેમજ શુભકામનાઓ પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ.કલ્પેશ આર.પરમાર કર્યું હતું. તેમના જણાવ્યા પ્રમાણે શહેરા તાલુકામાં 22 ક્લસ્ટરની 307 શાળાઓમાં 817 જેટલા દિવ્યાંગ બાળકો વર્તમાન સમયે શિક્ષણ મેળવી રહ્યા છે. તેમને દિવ્યાંગતાનું શિક્ષણ, તાલીમ અને જરૂરી થેરાપી સેવાઓ આપવા માટે બી.આર.સી.ભવન શહેરા ખાતે આઈ.ડી.એસ.એસ. તેમજ સ્પેશિયલ એજ્યુકેટર સ્ટાફ તમામ દ્વારા દિવ્યાંગ બાળકોને દિવ્યાંગતાના શિક્ષણ થકી આત્મ નિર્ભર બનાવવા માટે રીસોર્સ રૂમ કરવામાં આવનાર છે. જેમાં મંગળવારે દ્રષ્ટિક્ષતિ, શ્રવણ ક્ષતિ (HI / VI), ગુરુવારે શારીરિક વિકલાંગ, સેરેબ્રલપાલ્સી, બહુ વિકલાંગ તેમજ શુક્રવારે માનસિક ક્ષતિ, MR, (ID), ASD, SLD સાથે થેરાપીસ્ટની વ્યવસ્થા કરવામાં આવશે. રિસોર્સ રૂમમાં મંગળવાર, ગુરુવાર અને શુક્રવારનો સમય 11.00 થી 05 : 00 કલાક સુધી રહેશે. જે દરમિયાન શ્રવણ ખામી ધરાવતા બાળકોને સ્પીચ અને ઓડિટ્રી ટ્રેનિંગ, બ્લાઈન્ડ બાળકોને બ્રેઈલ તાલીમ, ડિસેબીલીટી અને એબીલીટી મુજબ શિક્ષણ, વોકેશનલ, પ્રિ-વોકેશનલ તાલીમ વગેરેનું માર્ગદર્શન આઈ.ઈ.ડી. વિભાગના કર્મચારીઓ દ્વારા આપવામાં આવશે. રિસોર્સ રૂમ ખાતે આવનાર તમામ બાળક વાલીને દૈનિક ₹.150/- મુજબ વાર્ષિક ₹.2500/- ની મર્યાદાને ધ્યાનમાં રાખી મળવાપાત્ર ભાડું બાળકના બેંક ખાતામાં એકાઉન્ટમાં જમા કરવામાં આવશે. રીસોર્સ રૂમ ખાતે આઈ.ઈ.ડી. વિભાગના કર્મચારીઓ કેટેગરી મુજબ માર્ગદર્શન હેતુથી ફાળવણી કરવામાં આવી હતી. તમામ સમગ્ર શિક્ષા, સ્ટાફની કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. દિવ્યાંગતાના સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં બીટ કેળવણી નિરીક્ષક સરદારભાઈ વણઝારા, સુરેશભાઈ પટેલ, પ્રવિણસિંહ રાઠોડ તેમજ વ્હાલા દિવ્યાંગ બાળકો અને તેમના માતા પિતા વાલીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને શોભાવ્યો હતો. તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શહેરા દ્વારા ઈન્દ્રસિંહ બીહોલાનું અભિવાદન કર્યું હતું. આભાર વિધિ કનુભાઈ રોહિત દ્વારા કરવામાં આવી હતી. રિસોર્સ રૂમ ખાતે કોવિડ – 19 અને શિક્ષણ વિભાગની SOP ની ગાઈડલાઈન અનુસરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here