શહેરા : ઉંડારા ગામ પાસે વનવિભાગે પરવાના વગર લાકડા ભરીને હેરાફેરી કરતુ ટ્રેકટર ઝડપી પાડ્યૂ

શહેરા, (પંચમહાલ) ઇમરાન પઠાણ :-

શહેરા નગર તથા ગ્રામીણ વિસ્તારમાં લાકડા ચોરો પરવાના વગર લાકડાની હેરાફેરી કરતા હોય છે.ત્યારે વિભાગ તેની નજર રાખતુ હોય છે.શહેરા પરીક્ષેત્ર વન અધિકારી આર.વી.પટેલ સર શહેરાની સુચના મુજબ નાઈટ પેટ્રોલિંગ કરતા હતા તે સમયે મોર ઉંડારા થી રમજીની નાળ ગામ નજીક વગર પાસ પરમીટ લીલા તાજા પંચરાઉ લાકડા ભરેલ ટ્રેકટર પસાર થતા ચાલકની પૂછપરછ કરતા પરવાનો મળી આવેલ ન હતો,આથી વનવિભાગે લાકડા ભરેલ ટ્રેકટર શહેરા વનવિભાગ ખાતે લાવીને 300000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો,કે.એસ. પટેલ રા. ફો. મોર,આર. એસ. ચૌહાણ રા.ફો.ખાડિયા,જે. વી. પુવાર,રા.ફો.મંગલીયાણા,બી. ડી. ઝરવરિયા
,જી. ટી. પરમાર બી.ગા. ખાંડીય, બી. પી. દામાં બી.ગા. મોર,બી.ગા.આસુંદરીયા, કે. આર. બારિયા બી. ગા. શેખપુર,એન. જી. સોલંકી બી.ગા.બોડિદ્રા,એમ. જી. ડામોર બી.ગા.સેખપુર, અભેસિંહ કા.રોજમદારે પ્રશંસનીય કામગીરી બજાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here