શહેરામાં ખણખનીજ વિભાગનો સપાટો… ખનીજ ચોરી કરતા માફિયાઓમાં ફફડાટ…

શહેરા, (પંચમહાલ) ઇમરાન પઠાણ :-

શહેરા તાલુકામાં ખાણ ખનીજ વિભાગ દ્વારા આજે રેડ કરવામાં આવી હતી જેના પગલે ઓવરલોડ વાહનો ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ખાન ખનીજ વિભાગની રેડ ના પગલે ખનીજ ચોરી કરનારાઓમાં ભારે ફફડાટ મચી જવા પામ્યો હતો

પંચમહાલ જિલ્લામાંથી છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર અને ઓવરલોડ રેતી પથ્થર સહિતનું ખનન થઈને બેરોકટોક વાહનોની અવર-જવર થઈ રહી છે અને સરકારી તિજોરીને ભારે નુકસાન થઈ રહ્યું છે જેને લઈને જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા વિવિધ વિસ્તારોમાં જિલ્લા કલેકટર અને ભૂસ્તરશાસ્ત્રીના સુચના અનુસાર આ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. પાલિખંડા ગામના મઢેશ્વર મંદિર પાસે એક ઓવરલોડ પથ્થર ભરેલ ડમ્પર અને વાઘજીપુર ચોકડી પાસે ઓવરલોડ પથ્થર ભરી ટ્રક ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બંને વાહનોને શહેરા સેવાસદન ખાતે લાવવામાં આવ્યા હતા. ખનીજ વિભાગ દ્વારા અંદાજિત 45 લાખ રૂપિયા નો મુદ્દા માલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here