વિકાસની પરિભાષા બન્યું અરવલ્લીનું ધનસુરા ગામ…

મોડાસા, (અરવલ્લી) પરવેઝ ખાન ખોખર :-

ગામેગામ ગુજરાત સરકારની વિકાસગાથા પહોંચી: અને ધનસુરા બન્યું આદર્શ ગામનું ઉદાહરણ

જ્યારે આપણે આદર્શ ગામની પરિકલ્પના કરીયે તો આપણા માટે જ્યાં દરેક વ્યક્તિના જીવન જરૂરિયાતની તમામ સુવિધા તેને તેના ગામમાં જ મળી રહે. ઉચ્ચ જીવનની તમામ સગવડો તેને ગામમાં જ મળી જાય. ગામના કોઈ વ્યક્તિને એવો વિચાર આવવાનો મોકો જ ન મળે કે બીજા ગામમાં આ સુવિધા છે અને મારા ગામમાં નથી.આ તમામ પરિકલ્પનાઓને સાકાર કરી રહ્યું છે અરવલ્લી જીલ્લાની ધનસુરા ગામ.

આ ગામમાં તમામ લોકો પાસે પોતાના મકાન છે. આપણે પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાન જોયા હશે પરંતુ અહી તો તેમની આખી કોલોની છે. જ્યાં દરેક વ્યક્તિને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન મળ્યા છે. અહી દરેક ઘરમાં વીજળી છે. ઘરે ઘરે પીવાનું શુદ્ધ પાણી મળી રહે છે. બાળકોના શિક્ષણ માટે આ ગામમાં આંગણવાડી, શાળાઓને કોલેજ આવેલી છે.આ ગામમાં ગ્રામ પંચાયત છે જ્યાં દરેક સ્ટાફ લોકોને તમામ બનતી મદદ કરવા તત્પર રહે છે. ગામના લોકોના યોગ્ય સારવાર માટે અહી હોસ્પિટલ પણ આવેલી છે. પાકા રોડ રસ્તા અને તળાવ ધરાવતુ આ ગામ તમામ રીતે આદર્શ ગામ છે.

આ ગામમાં સરકારની દરેક યોજનાનો લાભ લોકો સુધી પહોંચે તેની ખાસ કાળજી સરપંચ શ્રી હેમલતાબેન દ્વારા લેવામાં આવે છે. ગામમાં એક પણ વૃદ્ધ મહિલા એવી નથી કે જેને સરકારની યોજનાનો લાભ ન વળ્યો હોય. તમામ લોકો પાસે આયુષ્માન કાર્ડ છે. મોટાભાગની તમામ યોજનાઓનો લાભ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચ્યો છે. સરકારના વિચારને દરેક વ્યક્તિ સુધી પહોચાડવામાં ધનસુરા ગામ સફળ બન્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here