વાંકાનેર તાલુકાના પીપળીયા રાજના મહિલા સરપંચ રહીમાબેન મહેબુબભાઇ કડીવાર કોંગ્રેસમાં ટિકિટ ન મળતાં અપક્ષમાં ફોર્મ ભર્યું

વાંકાનેર,(મોરબી), આરીફ દિવાન

ગ્રામ્ય પંથકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ઠંડીના માહોલમાં ગરમાવો આવ્યો

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ સહિત ના રાજકીય પક્ષોના ચૂંટણી જાહેર થતાની સાથે જ સેન્સ પ્રક્રિયા બાદ દાવેદારો ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે ત્યારે રાજકીય પક્ષના સક્રિય કાર્યકરો હોદ્દેદારો નારાજગી સાથે અપક્ષ માં દાવેદારી ઉમેદવારી નોંધાવી રહ્યા છે જેમાં વાંકાનેર તાલુકા પંચાયત ના પીપળીયારાજ ના મહિલા સરપંચ રહીમાં બેન મહેબુબભાઇ કડીવાર કોંગ્રેસ ના સક્રિય કાર્યકર અગ્રણી અને વાંકાનેર કુવાડવા મત વિસ્તારના ધારાસભ્ય મહંમદ જાવીદ પીરઝાદા ના નજીકના મહેબુબભાઇ કડીવાર વર્ષોથી કોંગ્રેસમાં સક્રિય કાર્યકર તરીકે કોંગ્રેસ પક્ષને ચૂંટણી અંતર્ગત પ્રચાર-પ્રસારમાં સતત રાત-દિવસ રચ્યાપચ્યા રહી કોંગ્રેસી કાર્યકર તરીકેની ઓળખ પૂરી પાડી છે જેઓએ સર્વે સમાજની સાથે સમાજ હિત રાષ્ટ્રીય હિત પ્રજાહિત કાર્યમાં મહેબુબભાઇ કડીવાર નું કાર્ય વાંકાનેર પંથકમાં કાયમી રહયું છે ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ ના સક્રિય કાર્યકર એ એકાએક અપક્ષ માં ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવતા વાંકાનેર પંથકના અણીટીબા પીપળીયારાજ વાલાસણ નવીકલાવડી પ્રતાપગઢ પાંચ દ્વારકા તીથવા સીંધાવદર વિસ્તારોમાં કાંટે કી ટક્કર ની જેમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વધુ ગરમાવો જોવા મળશે એ વાતને કોઈ શંકાને સ્થાન નથી અત્રે નોંધનીય છે કે મહેબુબભાઇ કડીવાર ને માત્ર પીપળીયારાજ સહિત વાંકાનેર પંથકમાં સમાજના અગ્રણીઓ આગેવાનો અને કોંગ્રેસ-ભાજપના રાજકીય નેતાઓ તેમની રાજકીય કારકિર્દી અને સામાજિક પ્રવૃત્તિ અને સેવાભાવી કાર્યથી પરિચિત છે ત્યારે અપક્ષ ઉમેદવાર મહેબુબભાઇ કડીવાર આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જંગી લીડથી વિજય પ્રાપ્ત થશે એવું હાલ વાંકાનેર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ચર્ચાના ચકડોળે રાજકીય ક્ષેત્રે ચડ્યું છે અત્રે નોંધનીય છે કે તીથવા અને સીંધાવદર બંને મોટા ગામો છે જેથી મતદારોની સંખ્યા પણ આ વિસ્તારમાં વધુ હોવાથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વધુ ગરમાવો જોવા મળી રહ્યો છે હવે જોવાનું રહ્યું કે કોણ કિતને પાની મેં !!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here