વડોદરાનાં વાઘોડિયાના પરિવાર પોઇચા પોઇચા સ્વામિનારાયણ મંદિરે દર્શન અર્થે આવેલ પરિવાર નો યુવાન નર્મદા નદીમા ડૂબ્યો

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

નર્મદા નદીમાં ડૂબેલા યુવાનનો મૃતદેહ બીજા દિવસે મળી આવતા પરિવારજનો માં ભારે માતમ

વડોદરાના વાઘોડિયાના પરિવારજનો ગતરોજ પોઇચા સ્વામિનારાયણ મંદિરે દર્શન અર્થે આવેલ હતા જેઓ પોઇચા ખાતે નર્મદા નદી મા સ્નાન કરવા માટે પાણીમાં ઉતરતા પરિવાર નો એક યુવાન નદીના ઉંડા પાણીમાં ડુબી જતાં ભારે શોધખોળ ના અંતે બીજા દીવસે તેનુ મૃતદેહ નદી માથી મળી આવતા પરિવારજનો માં ભારે શોક અને માતમ છવાયો હતો.

શનિવારે વડોદરા નાં વાઘોડિયા થી આવેલા સાત આઠ વ્યક્તિઓ પોઇચા ખાતે ના સ્વામીનારાયણ મંદિરે દર્શન કરતા પહેલા નર્મદા નદીમાં સ્નાન કરવા ગયા હોય જે પૈકી સની ગણપતલાલ બારોટ ઉ. વર્ષ 27 ના ઓનો તેના ભાઈ ભાભી સાથે નદી મા સ્નાન કરવા માટે પાણીમાં ઉતરતા અચાનક નદીમાં આવેલા વ્હેણ માં ખેંચાઈ ગયા બાદ બૂમાબૂમ કરતા નજીક માં રહેલા નાવડી વાળા એ મદદે આવી ભાઇ અને ભાભી ને બહાર કાઢ્યા હતા જેથી તેઓનો આબાદ બચાવ થયો હતો, પરંતુ સની ને બહાર કાઢે તે પહેલાજ એ પાણીનાં વ્હેણ માં ખેંચાઈ જતા તેની શોધખોળ ચાલુ કરાઇ હતી જોકે સ્થાનિક તરવૈયા એ સની ને શોધવા માટે મોડે સુધી ઘણી ભારે જહેમત ઉઠાવી હતી, તેમ છતાં સાંજે સાત વાગ્યા સુધી તેની ક્યાંયે ભાળ મળી નહોતી,ત્યારબાદ આજરોજ સવાર થી જ રાજપીપળા પોલીસ નગરપાલિકા રાજપીપળા ની ટીમ ઘટના સ્થળે ખડે પગે હતી અને નદીના પાણીમાં ડુબી ગયેલ સની ની શોધખોળ ચાલુ હતી પરંતુ અંતમાં SDRF ની ટીમ ત્યાં આવતા આખરે જ્યાં સની ડૂબ્યો હતો એ જગ્યા ની નજીક માંથીજ તેનો મૃતદેહ મળી આવ્યો હતો.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here