લાઠીમાં કેન્સર પીડિત તેમજ વિધવા બહેનો અને ગરીબ પરિવારોને જરૂરી ખાદ્ય સામગ્રીની કિટનું વિતરણ કરવામાં આવ્યું

લાઠી-બાબરા,

પ્રતિનિધિ :- હિરેન ચૌહાણ

ભારત સહિત સમગ્ર વિશ્વ માં કોરોના વાયરસ નો હાહાકાર છે. ત્યારે ભારત સરકાર દ્રારા સમગ્ર ભારત માં ૨૧ દિવસ માટે લોક ડાઉન કરવામાં આવ્યું છે. ત્યારે આ લોક ડાઉન મા મધ્યમ વર્ગ ને કોઈ હાલાકી ના પડે તેનું ધ્યાન રાખી સરકાર દ્રારા મધ્યમવર્ગ ના પરિવાર ને અનાજ સહિત ની વસ્તુંઓ ફ્રી મા આપવા નો આદેશ કર્યો છે.ત્યારે આવી કપરી પરિસ્થિતિમાં ગરીબ પરિવારો ને જીવન નિર્વાહ ચલાવવો ગંભીર હોય જે બાબત ધ્યાનમાં લઈ લાઠી તાલુકા પંચાયત પ્રમુખ જનકભાઈ તળાવિયા વતી લાઠી તાલુકાના શાખપુર તેમજ પાડરશીગા ગામમાં કેન્સર પીડિત તેમજ વિધવા બહેનો અને ગરીબ પરિવારોને આર્થિક તેમજ જરૂરી ખાદ્ય સામગ્રીની કીટનુ વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં તાલુકા પંચાયત પ્રમુખ ને મળતી ભથ્થા ની તમામ રકમ આ ભગીરથ કાર્યમાં ખર્ચ કરવામાં આવી હતી જેમાં સહયોગી તરીકે જીલ્લા પંચાયત સભ્ય શ્રી ઓ તાલુકા પંચાયત સભ્ય શ્રી ઓ તથા સરપંચ શ્રી ઓ સાથે રહી આ કાર્ય સાર્થક બનાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here