રાજપીપળા પાસે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા જતા સુરતના પ્રવાસીઓનો ગોઝારો અકસ્માત ઍકનું મોત…

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

સુરત તરફ થી આવતી ટેમ્પો ટ્રાવેલર્સ બસ ઉભેલી ટ્રક સાથે ધડાકાભેર ભટકાતાં 14 ને ઇજા

રાજપીપળા ની કરજણ નદી ના બ્રીજ ના છેડે પુરપાટ ઝડપે દોડી આવતી ટેમ્પો ટ્રાવેલર્સ બસ રોડ સાઈડ ઉભેલ ઍક ટ્રક સાથે ધડાકાભેર ભટકાતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો જેમાં બસ માં મુસાફરી કરતા 14 પ્રવાસીઓ ને ઇજા પહોંચી હતી જેમાં એક ને ગંભીર ઇજા થતાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.

બનાવ ની વાત કરીએ તો આજરોજ સુરત ના પ્રવાસીઓ ને લયી ને ટેમ્પો ટ્રાવેલર્સ બસ નંબર GJ. 27.X. 8800 રાજપીપળા થયી ને સ્ટેચ્યુ ઓફ યુનિટી જૉવા માટે એક્તા નગર તરફ જતી હતી ત્યારે આ બસ રાજપીપળા ખાતે ની કરજણ નદી ઉપર ના બ્રીજ ના સામે ના છેડે પુરપાટ ઝડપે તેનો ચાલક દોડાવી લાવતા રોડની બાજુમાં ઉભેલી ટ્રક નંબર MH.18.BG. 4267 માં પાછળ ની સાઈડ ધડાકાભેર ભટકાતાં અક્સ્માત સર્જાયો હતો જેમાં મીની બસ ની ડ્રાઈવર સાઈટ નાં ભુક્કા બોલાઇ ગયા હતા જ્યારે ધડાકાભેર અથડાયેલી આ બસ માં બેઠેલા પ્રવાસીઓ પૈકી 15 લોકોને ગંભીર ઈજાઓ થતા તેમને તાત્કાલિક ૧૦૮ મારફતે રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા જ્યાં બસ નાં ચાલકને વધુ ગંભીર ઇજા થયી હોવાનું જાણવા મળ્યું છે.

જોકે જાણવા મળ્યા મુજબ આ બસ માં આવતા લોકો સુરત થી સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.ઘટના ની જાણ થતા જ રાજપીપળા ટાઉન પીઆઈ ચૌધરી સહિત પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા બાદ ટ્રાફિક હળવો કરવા ક્રેન બોલાવી ટ્રક અને બસ ને ત્યાંથી હટાવવા કાર્યવાહી કરી હતી. અક્સ્માત માં ઇજા પામેલા ઓને રાજપીપળા સરકારી દવાખાના માં સારવાર હેઠળ રખાયેલા જેમાં 15 દર્દીઓ પૈકી એક બાળક નું સારવાર દરમિયાન મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here