રાજપીપળા પાસેની કરજણ કોલોનીના બંધ મકાનોના તાળા તુટ્યા

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

નર્મદા પોલીસ બહાર ગામથી ચોરો ને ઝડપી લાવે છે તેવા સમયે જ એકસાથે ચાર ચાર મકાનોના તાળા તુટતા પોલીસની અગ્નિ પરીક્ષા

કરજણ કોલોનીમા બંધ મકાનોના તાળા તોડી રુપિયા 5000ની માલમતા ચોરી ચોરટા ફરાર

રાજપીપળા નગર સહિત આસપાસ ના વિસ્તારમાં આવેલ સોસાયટીઓમાં ઘરફોડ ચોરીઓ થવાંના બનાવ રાજપીપળા નગરમા બેરોકટોક પણે ચાલી રહ્યા છે, એક તરફે જીલ્લા પોલીસ વડા હિમકરસિહ દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓને ડામી દેવાની કડક સુચના સમગ્ર જીલ્લામા પોલીસ અધિકારીઓને અપાઈ છે તેવા જ સમયે નગરમા થતી ચોરીઓ એ પોલીસ તંત્રની નાકમા દમ લાવ્યો છે.

પોલીસ સુત્રો માથી મળતી માહિતી અનુસાર રાજપીપળા પાસેના વડીયા ગામ ખાતેની કરજણ કોલોનીના ચાર ચાર મકાનોના તાળા એક સાથે જ તુટતા પોલીસ તંત્રમા ભારે દોડધામ મચી હતી. જયુડીશીયલ કરજણ કોલોનીના કવાર્ટરમા રહેતા દર્શનાબેન ચીમનભાઈ રૂપાલાએ રાજપીપળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળ્યું છે જેમાં તેઓએ જણાવ્યું છે કે તેમનાં ઘરના તાળા તોડી ઘરમા પ્રવેશ કરી તિજોરીમા મુકેલ પર્સ માંથી રોકડા રુપિયા 2500 ની ચોરી કરી ચોરટા ફરાર થઈ ગયા હતા.

આ ઉપરાંત કોલોનીમા રહેતા નિર્મલ પ્રદીપ રાવલના મકાનનો મુખ્ય દરવાજો તોડી ઘરમા પ્રવેશી રસોડામાં ફ્રીઝ ઉપર મુકેલ ચાંદીની વીટી કિંમત રુપિયા 500 બેડરૂમમાં પ્રવેશી રુપિયા 2000 નીકિંમતની સોનાની નથીની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. કોલોનીમા રહેતા કોમલબેન મંગલદાસ મકવાણા અને કાંતિભાઈ પટેલ ના મકાનના તાળા પણ તોડયા હોવાની ફરિયાદ રાજપીપળા પોલીસ મથકમાં નોધાવી હતી. રાજપીપળા પોલીસે ફરિયાદ નોંધી આરોપીઓ ને ઝડપી પાડવાની દિશામા પોતાની કાર્યવાહી હાથ ધરી છે.સમગ્ર બનાવની તપાસ પી.એસ.આઇ.એમ. બી. વસાવાએ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here