રાજપીપળા પાસેના ઝૂંડા ગામ નજીક નિર્ભયા સકોર્ડમાં ફરજ બજાવતા મહિલા લોકરક્ષક બહેનોને અકસ્માતમાં થતા એકનું મોત…

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

શ્રદ્ધા સબૂરી હોટેલ પાસે મોટસાયકલ સ્લીપ થતાં મહીલા પોલીસ ને ગંભીર ઇજા વડોદરા સારવાર દરમિયાન મોત

નર્મદા જિલ્લામાં સરાહનીય કામગીરી કરી શાળા,કોલેજમાં અભ્યાસ કરતી મહિલા, દીકરીઓ ની સલામતી માટે સતત તત્પર રહી ફરજ બજાવતી નિર્ભયા સકોર્ડની બહેનો ની કામગીરી પ્રસંશા ને પાત્ર બની છે , સારી કામગીરી બાબતે અનેક સન્માન પણ મળ્યા છે ત્યારે આજે નર્મદા જીલ્લા મહીલ સ્કોર્ડ પૈકી ની એક લોકરક્ષક મહિલા કર્મચારીનું અકસ્માત બાદ મોત થતા પોલીસ વિભાગમાં ભારે શોક ની લાગણી ફેલાઈ હતી.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નિર્ભયા સકોર્ડ ની બહેનો આખા નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા હોય ગતરોજ તારીખ 9.ડિસેમ્બર ના બપોરે નિર્ભયા ના ત્રણ લોકરક્ષક મહિલાઓ પોતાની સરકારી બાઇકો પર ફરજ પુરી કરી પરત આવતી હતી ત્યારે ઝૂંડા ગામ નજીક આવેલી શ્રદ્ધા સબુરી હોટલ પાસે એક બાદ એક ત્રણેયની એક્ટિવા ગાડી સ્લીપ થતા ત્રણેય બહેનોને ઇજા થઇ હતી પરંતુ આ ઘટનામાં મહિલા લોકરક્ષક વર્ષાબેન ગૌસ્વામી ને ગંભીર ઇજા થતાં રાજપીપળા સિવિલ બાદ વડોદરા સારવાર અર્થે લઇ જવાયા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.ત્યારે આ ઘટના બાબતે રાજપીપળા પોલીસે અકસ્માત મોત નો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here