રાજપીપળા પાસેના ખુટાઆંબા નજીક હેન્ડ પંપ પર પાણી ભરતા ટ્રક ચાલકને ફોર વ્હીલ ગાડીએ ટક્કર મારતાં મોત

રાજપીપળા, (નર્મદા)-આશિક પઠાણ :-

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રાજપીપળા પાસે ના ખુટાઆંબા ગામ પાસે હેન્ડ પંપ પર પાણી ભરી રહેલા ટ્રક ચાલકને એક ફોર વ્હીલ ગાડી એ ટક્કર મારતા મોત નીપજ્યું હતું

પ્રાપ્ત વિગતો અનુસાર કમલેશભાઇ ગુરૂભાઇ બારીયા રહે.અલ્હાદપુરા,તા.બોડેલી, જી. છોટાઉદેપુર નાઓ એ આપેલી ફરિયાદ મુજબ તેઓ તથા તેમની સાથેના ટ્રક ડ્રાઈવર વિપીનભાઇ નારણભાઈ બારીયા ખુટાઆંબા ગામ નજીક મોવીથી ત્રણ રસ્તાથી રાજપીપલા તરફ આવવાના રોડ પર રોડની બાજુમા આવેલ પાણી ભરવાના હેડપંપ પર પાણી ભરતા હતા તે વખતે એક ઇન્ડીગો વિસ્ટા ફોરવ્હીલ ગાડી નંબર GJ.21.AA. 2104 ના ચાલકે પોતાના કબ્જાની ફોરવ્હીલ ગાડી એકાએક પુરઝડપે હંકારી લાવી રોડની જમણી બાજુ આવી જઈ મરનાર વિપીનભાઇ ને પાછળ થી ટક્કર મારી હેડપંપ સાથે અથાડી ગંભીર ઇજા કરી સ્થળ પર મોત નિપજાવી ગુનો કરતા રાજપીપળા પોલીસે ફોર વ્હીલ ચાલક વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here