રાજપીપળા નાગરિક સહકારી બેન્ક ફરી એકવાર વિવાદોના વમળમા સપડાઈ

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

બેંકના ડિરેક્ટરો એ કરેલા રૂપિયા 15.77 લાખ રૂપિયા ના ખર્ચાઓ ને મામલે સ્ટેટ રજિસ્ટ્રાર દ્વારા કારણદર્શક નોટિસો ફટકારાઈ

બેન્કના કેસો લડવા માટે રૂપિયા 15 લાખ જેટલી માતબર રકમ બોર્ડ ની કોઈ પણ જાતની મંજુરી વિનાજ ખર્ચતા મામલો બિચકયો

રાજપીપળા નગર ની ખ્યાતનામ ધી રાજપીપળા નાગરિક સહકારી બેન્ક લીમી. અવાર નવાર વાદ વિવાદો નુ કેન્દ્ર બની છે, બેન્ક નગરજનો સહિત વેપારી વર્ગ ના નાણાકીય વ્યવહારો માટે ખાસ્સી લોકપ્રિયતા મેળવી છે ત્યારે બેન્ક ના ડિરેક્ટર મંડળ દ્વારા ગ્રાહકો ના રૂપિયા ની ઐશી કી તૈશી કરી ખોટા ખર્ચાઓ કરી બેન્ક ને લાખો રૂપિયા માં નવડાવી હોવાનો પ્રકરણ અવાર નવાર ચર્ચાસ્પદ બનેલ છે,ત્યારે સ્ટેટ રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ દ્વારા બેન્ક ના પાંચ ડિરેક્ટરો ને કારણદર્શક નોટિસો ફટકારી હોવાનું જાણવા મળ્યું છે.

બનાવ ની વાત કરીએ તો રાજપીપળા નાગરિક સહકારી બેન્ક લિમી. માં ફરજ બજાવતા અઘિકારીઓ ની નિમણુક અને બાદ માં તેમની બરતરફી ત્યારબાદ બન્ને અઘિકારીઓ ને બેંક મા પુનઃ નિમણુંક સંદર્ભે વકીલ ફી ચૂકવવામાં આવી જે મામલો ભારે ચર્ચાસ્પદ બન્યો હતો, બેંક ના અઘિકારીઓ તેમજ ડિરેક્ટરો વચ્ચે વાદ વિવાદ સર્જાયો હતો, મામલા એ અદાલતી તુલ પકડ્યું હતું, બેંક ના ડિરેક્ટરો એ 2017 માં વકીલ રોકી ગુજરાત હાઈકોર્ટ માં રિટ પિટિશન દાખલ કરી હતી, આ પહેલા ડિરેક્ટરો ni જવાબદારી નક્કી કરવા માટે ટ્રિબ્યુનલ માં કેસ દાખલ કરવામાં આવ્યો હતો ,જે બાબત અદાલતી કાર્યવાહી માં અટવાયેલ.

ડિરેક્ટરો અને બેંક અઘિકારીઓ ના અદાલતી કેસો પેંડિંગ અને સબ જ્યુડિસ હોવા છતાં બેંક ના ડિરેકટરો એ હાઈકોર્ટ માં ખોટી રિટ પિટિશન દાખલ કરી વકીલો ને ફી પેટે નાણાં ચુકવી બેંક ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર દ્વારા બેંક ને આર્થિક નુકસાન પહોંચાડ્યું હોવાનું તપાસ દરમ્યાન બહાર આવ્યું હતું જે સમયે તા 1/9/ 2017 નાં રોજ ઠરાવ કરવામાં આવેલ ત્યારે ચેરમેન પ્રકાશ વ્યાશ દ્વારા સહી કરવામા આવી હતી જ્યારે કે તેઓની મુદ્દત ચેરમેન પદે તા . 31)3/ 2017 ના રોજ પૂર્ણ થઈ ગઈ હતી!!! છતાં તપાસ માં તેઓએ ઠરાવ ને મંજુરી આપ્યાનું બહાર આવ્યું છે, તે ઠરાવ માં 10 ડિરેક્ટર પૈકી 5 ડિરેક્ટર હાજર રહી સહી કરેછે જ્યારે 3 ડિરેકટર હાજર રહી પોતાનો વાંધો રજુ કરે છે,અને 2 ડિરેકટર ગેરહાજર રહ્યા છે તો કોરમ પણ પુરું થયુ ના હોવા છતાં પણ ઠરાવ કરવામાં આવે છે!!!

વકીલ ને ફી નો ખર્ચ જે બેંક તરફ થી થયો છે જેતે સમય ના મેનેજિંગ ડિરેક્ટર વિક્રમ મલાવિયા અને ચેરમેન પ્રકાશ વ્યાસ, ડિરેકટર હીરાભાઈ કાછિયા, કિરણ પંડ્યા અને પિંકલ પટેલ ની નક્કી કરવામાં આવે છે.

ગુજરાત સહકારી મંડળી અધિનિયમ 1961 ની કલમ 86 હેઠળ જ્યારે બેંક ને પક્ષકાર તરીકે જોડાવામા આવે ત્યારે બેન્ક ના ભંડોળ માંથી ખર્ચ કરવાની જોગવાઈ છે,પરંતુ જ્યારે ડિરેકટર તરીકે વ્યક્તિગત રીતે ફરજ બનાવવામાં આવે ત્યારે બધા ડિરેકટરો એ વ્યક્તિગત રીતે વકીલ ની ફી ચુકવવી પડે, ડિરેકટરો દ્વારા જે વકીલ ફી ચૂકવવામાં આવી તેમાં બેંક ને આર્થિક નુક્સાન થયું હોવાનું ચોકસી અધિકારી ની તપાસ મા બહાર આવ્યું હતું, અને સંબંધિત ડિરેકટરો ને નાણાંકીય ગેરરીતિઓ માટે જવાબદાર ઠરાવી તેઓની સામે કાયદેસરની કાયદાકીય કાર્યવાહી કરવા હુકમ કરેલ છે.

ગુજરાત રાજ્ય સહકારી મંડળીઓ ના રજિસ્ટ્રાર દ્વારા બેંક ના પુર્વ મેનેજિંગ ડિરેક્ટર વિક્રમ મલાવિયાં, ચેરમેન પ્રકાશ વ્યાસ, ડિરેક્ટર હીરાભાઈ કાછિયા, કિરણ પંડ્યા અને પીંકલ અરવિંદ ભાઇ પટેલ ને કુલ રૂપિયા 1577741 નાં વકીલ ફી સહિત મુસાફરી ખર્ચાઓ મામલે બોર્ડ ની મંજુરી વિના ખર્ચ કરવાના મામલે જવાબદાર ગણાવી નાણાંકીય નુક્સાન બેંક ને પહોંચાડ્યું હોવાનું કલમ 86 નાં અહેવાલ માં જણાયું છે જેથી ચોકસી અધિકારી ના અહેવાલ ના પગલે આગળ ની કાર્યવાહિ શા માટે ના હાથ ધરવી ?? નું જણાવી બેંક ના પુર્વ મેનેજિંગ ડિરેક્ટર વિક્રમ મળાવિયા, પુર્વ ચેરમેન પ્રકાશ વ્યાસ સહિત પુર્વ ડિરેક્ટર હીરાભાઇ કાછિયા, કિરણ પંડ્યા અને પિંકલ પટેલ ને નોટિસો ફટકારવામાઆવી છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here