રાજપીપળા નગરના મુખ્ય માર્ગો પર રોજિંદી ગટર ઉભરાવવાની સમસ્યાથી વેપારીઓ ત્રાહિમામ…

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

વર્ષોથી આ સમસ્યા છતા પણ પાલીકા દ્વારા કોઈ જ કાયમી ઉકેલ ન લવાતા માર્ગ પર ફરતા ગંદા પાણી

ચોમાસા ટાણે રોગચાળાની દહેશતથી નગરજનોમા ફેલાયેલો ભય

રાજપીપળા નગરમાં કોરોના મહામારી વચ્ચે પણ નગર પાલિકાના તંત્રની લાપરવાહીથી રોગચાળો ફેલાઈ તેવી દહેશત નગરજનોમા વર્તાઇ રહી છે.

શહેરના મુખ્ય માર્ગો ગણાતા સ્ટેશન રોડ ઉપર કાયમ ઉભરાતી ગટરોથી વેપારીઓ કંટાળી ચુક્યા છે. રોજ સવારે દુકાનો ખોલતાની સાથે જ ગટરો સાફ કરવાની નોબત આવે છે. ખતરનાક દુર્ગંધ મારતું ગંદુ પાણી જોઈ ગ્રાહકો પણ આ દુકાનોમાં ખરીદી કરવા જતાં અટકે છે.

ચોમાસાની સીઝન શરૂ થઈ ગઇ છે પાણીજન્ય રોગો ચોમાસામા વધુ ફેલાતા હોય છે, ઉપરાંત મચ્છરોનો ઉપદ્રવ પણ વધતો હોય બિમારીઓનુ પ્રમાણ વધે છે તેમા હાલ કોરોનાની મહામારી વચ્ચે નગરજનો જીવી રહ્યા છે, તેવા સમયે નગર પાલિકાના તંત્ર તેમના સત્તાધીસોની સાફસફાઈ અંગેની જવાબદારી વધી જાય છે. તેમાં ગટરો ઉભરી ગંદકી ફેલાતી હોવાની ઘટનાઓ નિયમિત પણે બનતી હોય છે જે તંત્ર માટે શરમજનક વાત છે.

રાજપીપળા શહેરમાં ભૂગર્ભ ગટર યોજના તો ખોરંભે પડી છે પરંતુ સ્ટેટ સમયની ખુલ્લી ગટરો પણ યોગ્ય સફાઇ ન થતા તેનું ગંદુ પાણી માર્ગો ઉપર ફરી વળવાની રોજની સમસ્યા જોવા મળતી હોય પાલીકામાં રજુઆત બાદ પણ કોઈ ખાસ ઉકેલ ન મળતા વેપારીઓ કે સ્થાનિક રહીશો જાતે જ સફાઈ કરવા મજબુર બને છે.

જોકે આમાં નગરજનોની બેદરકારી પણ જવાબદાર છે કેટલાક વિસ્તારોમાં નગરજનો પણ જાગૃત ન હોવાના કારણે ઘરનો કે આંગણાનો કચરો ગટરોમાં ઠાલવતા હોવાથી ગટર ચોકઅપ થતી જોવા મળે છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં પાલીકાના સફાઈ કામદારો પણ કચરો લારીમાં ભરવાના બદલે ગટરોમાં ધકેલી દેતા આવી નોબત આવે છે. ત્યારે પાલીકા તંત્ર સફાઈ બાબતે યોગ્ય પગલાં લે તેવી માંગ પ્રબળ બની રહીં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here