રાજપીપળા ટાઉન પોલીસ ની પ્રશંશનીય કામગિરી

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

માતા પિતાનું ઘર છોડી ખોવાયેલ બે માસુમ બાળકને તેઓના પરિવારને સોંપ્યા

રાજપીપળા ખાતે ના ટેકરા ફળિયા ના બે બાળકો રમતા રમતા તેઓના વિસ્તાર માંથી છેક કાલાઘોડા સર્કલ પાસે આવી જતાં ,આ બંને બાળકો રાજપીપલા પોલીસ ની નજરે પડયા હતા જેઓની પૂછપરછ કરી તેમના પરિવાર ને સોંપ્યા હોવાનું જાણવા મળ્યું છે.

આજરોજ ટાઉન પેટ્રોલિંગ દરમ્યાન કાલાઘોડા વિસ્તારમાંથી બે અજાણ્યા બાળકો રાજપીપલા પોલીસ ને મળી આવેલ જેમના નામ ઠામ ની પોલીસે પુછપરછ કરી હતી, બાળકો એ પોલીસ ને જણાવેલ કે અમે રમતા રમતા ખોવાય ગયેલ જેથી બન્ને બાળકોને પોલીસ સ્ટેશન લાવી તાત્કાલિક તેઓના માતા-પિતા નો સંપર્ક પોલીસે કર્યો હતો, જેમાં પોલીસ ને જાણવા મળેલ કે આ બાળકો ટેકરા ફળિયામાં રહેતા કમલેશભાઈ કનુભાઈ વસાવા તથા રવિભાઈ વસાવાના હોય જેથી તેઓના માતા પિતાના આધાર પુરાવા ચેક કરી આ બે બાળકોને સુખદ તેઓના માતા પિતાને રાજપીપલા પોલીસ મથક મા બોલાવી શોપવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here