રાજપીપળામા રોડ પહોળો કરવાની કામગીરીમા અદાલતના મનાઇ હુક્મ છતાં વહીવટીતંત્રે નોટીસો ફટકારી

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

બાલાપીર દરગાહ ટ્રસ્ટના ભાડુઆતો સહિત જમીનની મેટર રાજપીપળાની અદાલતમાં પેન્ડીંગ છતા નોટીસો આપતાં મુસ્લિમ સમાજમા ધેરા પ્રત્યાઘાત

અદાલતનો દાવાનો આખરી નિર્ણય ન આવે ત્યા સુધી યથાવત સ્થિતિ જાળવી રાખવા કલેક્ટર સહિત માર્ગ મકાન વિભાગને આદેશ આદેશની અવગણના કેમ ??

રાજપીપળા નગર મા વધતાં જતાં ટ્રાફિક સહિત વિશ્વ ની સહુથી ઉંચી પ્રતિમા સટેચયુ ઓફ યુનિટી તરફ જવા માટે હજારો પ્રવાસીઓ રાજપીપળા તરફ થી અવરજવર કરતા હોય રસતાઓ પહોળા કરવાની કામગીરી હાલ વડીયા પેલેસ જકાતનાકા થી કાળાધોડા સર્કલ સુધી ની શરુ કરવામાં આવી છે ત્યારે આ માર્ગ વચ્ચે આવતા બાલાપીર દરગાહ ટ્રસ્ટ ના માલિકી ના કાચા મકાનો મા રહેતા ભાડુઆતો ને તેમના મકાન તોડી નાખવાની નોટીસો આપવામાં આવતાં બાલાપીર દરગાહ ટ્રસ્ટ ના ટ્રસ્ટીઓ સમગ્ર પ્રક્રિયા ને કોર્ટ ની અવમાનના ગણાવી રહ્યા છે.

બાલાપીર દરગાહ ટ્રસ્ટ ના ટ્રસ્ટીઓ દિલાવર શેખ અને દીનમહંમદ શેખ ના જણાવ્યાનુસાર વર્ષ ×013 મા વડીયા જકાતનાકા થી કાળા ધોડા સુધી ના રોડ ના સર્વે ની કાર્યવાહી હાથ ધરી હતી જેમા બાલાપીર દરગાહ ટ્રસ્ટ ની માલિકી ની જમીન નો ખોટો માપ બતાવવામાં આવેલ જેથી ટ્રસ્ટીઓ આ મામલે અદાલત મા પહોંચ્યા હતાં જેમા નર્મદા કલેક્ટર , મકાન અને માર્ગ વિભાગ , સીટી સર્વે કચેરી , મામલતદાર નાંદોદ સહિત ના ઓને પાર્ટી બનાવી હતી અને અદાલત પાસે દાદ માગતો દાવો કર્યો હતો, વર્ષ 2013 મા કરેલ આ દાવા મા અદાલત દ્વારા હુક્મ કરવામાં આવેલ કે દાવા વાળી મિલકત નો આખરી હુક્મ ન આવે ત્યા સુધી યથાવત સ્થિતિ જાળવી રાખવી રાજપીપળા પ્રિન્સિપલ સિનીયર જજ ની અદાલત નો આ હુકમ છતાં જીલ્લા વહીવટી તંત્ર દ્વારા તેની અવમાનના કરી ભાડુઆતો ને તેમના મકાન તોડી નાખવાની નોટીસો આપવામાં આવતાં સમગ્ર મામલો ફરી એકવાર ગરમાયો છે.
શુ નર્મદા જીલ્લા ના અધિકારીઓ અદાલત ની અવમાનના કરસે ? આ મામલે બાલાપીર દરગાહ ટ્રસ્ટ ના ટ્રસ્ટીઓ એ સમગ્ર મામલે જીલ્લા વહીવટી તંત્ર સહિત ગુજરાત રાજ્ય વકફ બોર્ડ ને જાણ કરી હોવાનું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here