રાજપીપળાના પશુ દવાખાના ખાતે વિશ્વ રેબિઝ ( હડકવા ) ડે ની ઉજવણી કરાઇ

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

70 જેટલા પાલતુ પ્રાણીઓને નિઃશુલક રસીકરણ કરાયુ

સમગ્ર વિશ્વમા તા 28 મી સપ્ટેમ્બરના રોજ વિશ્વ રેબિઝ ડે ની ઉજવણી કરવામાં આવે છે ત્યારે પશુ દવાખાના રાજપીપળા ખાતે WORLD RABIES DAY ની ઉજવણી કરવામાં આવી હતી.

આ WORLD RABIES DAY અંતગર્ત પશુ દવાખાના રાજપીપળા ખાતે નિઃશુલ્ક રસીકરણ, કૃમિનાશક દવા, જનરલ હેલ્થ ચેકઅપ, અંગેનો કેમ્પ રાખવામાં આવેલ હતો. જેમાં રાજપીપળા તથા આસપાસના ગામના ડોગ તથા બિલાડી ધરાવતા લગભગ ૬૫-૭૦ લોકો એ ભાગ લીધો હતો. જેમાં નાયબ પશુપાલન નિયામક ડો.જે.આર. દવે સાહેબની અધ્યક્ષતા હેઠળ કેમ્પની શરૂઆત કરી હતી.તથા ડૉ.વસીમ સૈયદ, ડો.નિમૅલ પટેલ તથા ડો.મહેશ ચૌધરી એ નિઃશુલ્ક સારવાર અને રસીકરણ કરી રેબિઝ (હડકવા) કેવી રીતે ફેલાય છે.અને તેનાથી કેવી રીતે આપણા પાલતુ પ્રાણીઓ ને સમયસર રસીકરણ તથા પ્રાથમિક સારવાર આપી ને ફેલાતો અટકાવી શકાય છે જેની સમજ આપવામા આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here