રાજકોટ પ્રસાશનની ત્રિનેત્ર સક્રિય…શહેરમાં હવે માસ્ક ન પહેરનારાને મળશે ઈ-મેમો…

રાજકોટ,
વિનુ ખેરાળીયા

છેલ્લા રપ દિવસમાં ૩પ૦ જેટલા લોકોને ઇ-મેમોથી દંડ ફટકારાયો

રાજકોટ શહેરમાં ફરજીયાત માસ્ક પહેરવાનો કડક અમલ મ્યુ. કોર્પોરેશન દ્વારા કરાવામાં આવી રહ્યો છે, અને માસ્ક વગરનાને રૂ.200 નો દંડ ફટકારવામાં આવી રહ્યો છે એટલું જ નહીં હવે તંત્ર દ્વારા માસ્ક વગર નીકળેલા વાહન ચાલકોને દંડ વસુલવા માટે આઇ-વે પ્રોજેકટના સી.સી. ટીવી. કેમેરાની મદદ લઇ અને ઇ-મેમોથી દંડ વસુલવાનું શરૂ કર્યું છે. જેમાં છેલ્લા રપ દિવસમાં ૩પ૦ જેટલા લોકોને ઇ-મેમોથી દંડ ફટકારાયો છે. જ્યારે રાજકોટ શહેરની ૯ ચેકપોસ્ટ ઉપર માસ્કનું ચેકીંગ થતું હતું. પરંતુ લોકડાઉનમાં છુટછાટ બાદ સમગ્ર રાજકોટ શહેરમાં અવર-જવર શરૂ થતા બંધ રસ્તાઓ ખુલી ગયા છે.અને જ્યારે સીસીટીવી કેમેરાની મદદથી માસ્ક વગરનાં લોકોનાં ફોટા પાડીને તેઓનાં ઘરે ઇ-મેમો મોકલીને દંડ વસુલવાનું છેલ્લા રપ દિવસથી ચાલુ કરાયું છે. અને જેમાં આજ દિન સુધી ૩૯૯ જેટલા ઇ-મેમો મોકલવામાં આવ્યા છે.અને ઉપરાંત માસ્કનો દંડ વસુલવામાં સ્ટાફ અને અરજદારો વચ્ચે રકઝકનાં બનાવો પણ વધ્યા હતાં, જેનાં કારણે કેટલીક ચેક પોસ્ટ ઉપરથી ચેકીંગ સ્ટાફને દુર કરી સીસીટીવી કેમેરામાં ચેક કરીને માસ્કનાં ઇ-મેમો મોકલવાનું શરૂ કરાયું છે. જ્યારે મહત્વનું છે કે, જે રીતે કોરોનાનો સંક્રમણ અટકાવવા માટે મનપા દ્વારા ફરજિયાત માસ્ક પહેરવા નો નિર્ણય કરવામાં આવ્યો છે. જ્યારે અલગ-અલગ ચેકપોસ્ટ ઉપર અને શહેરના રાજમાર્ગો સહિતના સ્થળો પર પોલીસની સાથે રાજકોટ મહાનગરપાલિકાનો સ્ટાફ પણ તેનાત કરવામાં આવ્યો હતો.અને જ્યારે મનપાના સ્ટાફ દ્વારા માસ્ક વગર વગરના લોકો પાસેથી દંડ વસુલવાની કામગીરી કરવામાં આવી રહી હતી. જોકે હવે ઈ મેમો દ્વારા દંડ કરવાના નિર્ણયથી મનપાના સ્ટાફને અન્ય કામગીરીમાં લગાડવામાં આવશે. જ્યારે અત્યાર સુધીમાં માસ્ક પહેર્યા વગરના ૩૯૯ લોકો સિસીટીવિમાં ઝડપાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here