મોહસીને આઝમ મિશન મોડાસા દ્વારા ખતના કેમ્પ યોજવામાં આવ્યો

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

મોહસીને આઝમ મિશન દ્વારા હંમેશા સમાજ ને મદદરૂપ થવા ના આશય થી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે તેમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટ થકી સમાજ સેવા ના વિવિધ કામો હરરોજ થતા રહે છે.
મિશન દ્વારા સમાજ માં મોટા ભાગ ના લોકો ને રાહત પોહચે તે આશય થી 1000 રૂપિયા ની ફી લઈ ને ખતનાકેમ્પ નું આયોજન આજ રોજ કરવામાં આવ્યું હતું, 47 લોકોએ કેમ્પ નો લાભ લીધો હતો,ગોધરા ના પ્રખ્યાત ખતના નિષ્ણાત અબ્દુલ્લાહ ખલિફા દ્વારા રિંગ પદ્ધતિ થી ખતના કરવામાં આવી હતી, અબ્દુલ્લાહ ભાઈ વર્ષો થી મિશન ના કેમ્પ માં રાહત દરે તેમની સેવાઓ આપે છે અને તેમનું રિજલ્ટ પર સારું છે તેમ ખતના ઇન્ચાર્જ સાબિર ખોખરે એ જણાવ્યું હતું વધુ માં લોક માંગણી ને ધ્યાન માં રાખી ને નજદીક ના દિવસો માં બીજા કેમ્પ ની તારીખ ની જાહેરાત કરવામાં આવશે.
મિશન દ્વારા આયોજિત કેમ્પ ને સફળ બનાવવા માટે અરવલ્લી મહીસાગર ના નિગરાન આરીફ સિંધવા અને સાબિર ખોખર ની ટીમે જહેમત ઉઠાવી હતી.
મોહસીને આઝમ મિશન મોડાસા ના પ્રમુખ સૈયદ આશિક અલી સેક્રેટરી ઈમ્તિયાઝ બાંડી,એ ટી એસ ઇન્ચાર્જ આસિફ ખાનજી, ઈકબાલ બાકરોલીયા,ગુલામનબી બારીવાલા,ઝાહીદ બાંડી અશરફી, શકીલ શૈખ, હાજી ઈકબાલ ખાલક,આરીફ ઝાંઝ સલીમ ઉપાદ, અશરફ સિંધવા, અને અન્ય કાર્યકરો પણ હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here