મોરવા હડફ તાલુકાના સાલીયા ખાતે મહિલા કલ્યાણ દિવસની ઉજવણી કરાઈ

મોરવા (હ) (પંચમહાલ) ઈશહાક રાંટા :-

નારી વંદન ઉત્સવનો છઠ્ઠો દિવસ – પંચમહાલ જિલ્લો

રાજ્યની મહિલાઓ સામાજીક,આર્થિક,માનસિક અને શારીરિક રીતે સંપન્ન તથા સમાજમાં ગૌરવભેર આગળ વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ આયોજન હાથ ધરવામા આવ્યા છે. સર્વાગી વિકાસના પરિબળો જેવા કે સુરક્ષા, સ્વાવલંબન, કલ્યાણ અને સ્વાસ્થ્ય વગેરે ક્ષેત્રોમાં મહિલાઓ સક્ષમ થાય તે હેતુસર પંચમહાલ જિલ્લામાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ૧ ઓગસ્ટ થી ૭ ઓગસ્ટ ૨૦૨૩ દરમિયાન નારી વંદન ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે.
જે અન્વયે પંચમહાલ જિલ્લાના મોરવા (હડફ) તાલુકાના સાલીયા (સંતરોડ) ગાયત્રી મંદિર હોલ ખાતે મહિલા કલ્યાણ દિવસની ઉજવણી કરાઇ હતી.આ સાથે મહિલા કલ્યાણકારી યોજનાઓ વિશે જાગૃતિ શિબિરનું પણ આયોજન કરાયું હતું. આઈ.સી.ડી.એસની કચેરી મોરવા (હડફ) તથા મહિલા અને બાળ અધિકારીની કચેરી પંચમહાલના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ શિબિરમાં ઉપસ્થિત મહિલાઓને ૧૮૧ અભયમ હેલ્પલાઇન વિશેની માહિતી, મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓ જેવી કે વ્હાલી દિકરી યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, ગંગા સ્વરૂપા પુન:લગ્ન, મહિલા સ્વાવલંબન યોજના, બેટી બચાવો બેટી પઢાવો યોજનાઓ તથા સખી વન સ્ટોપ સેન્ટર, પોલીસ બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર, વિવિધલક્ષી મહિલા ક્લ્યાણ કેંદ્રો જેવી યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી. મહિલા કલ્યાણ દિવસની ઉજવણીની થીમ આધારીત નાટક રજુ કરવામાં આવ્યું હતું.આ સાથે યોજનાઓના IECનું વિતરણ કરાયું હતું.
આ કાર્યક્રમમાં CDPO સુ.શ્રી ઇન્દિરાબેન મોરવા (હડફ), તાલુકા પંચાયત સભ્યશ્રી ગોવિંદભાઇ પટેલ, સાલીયા ગ્રામ પંચાયત સરપંચશ્રી અશ્વિનભાઇ, DHEW શ્રી મહેશભાઇ કામરોલા DMC,૧૮૧ અભયમ ટીમ, OSC ટીમ, PBSC ટીમ, ડિસ્ટ્રીક હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન (DHEW) ના કર્મચારીઓ અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here