મોરબીની બાળ રોજેદાર રોનકબાનુ રહીમભાઈ સુમરાએ પવિત્ર રમજાન માસ નિમિત્તે આખા માસના રોજા રાખી આજે 26 રોજો પૂરો કર્યો

મોરબી, આરીફ દીવાન :-

પવિત્ર રમજાન માસ નિમિત્તે સમગ્ર મુસ્લિમ સમાજ દ્વારા સરગી ઇફ્તારી ના કાર્યક્રમ સાથે સાથે બંદગી ઈબાદત ના આ પવિત્ર રમજાન માસ નિમિત્તે મહિલાઓ વૃદ્ધો યુવાનો બાળકો પણ વહેલી સવારે સર્ગી કરી રોજુ રાખે છે જે આશરે 15 થી 16 કલાક સુધી સતત પ્યાસ ભૂખનો તયાગ કરીને પવિત્ર રમજાન માસ નિમિત્તે માસુમ બાળકો પણ રોજા રાખી બંદગી ઈબાદત કરી રહ્યા છે ત્યારે મોરબીના વીસી પરા વિસ્તાર પાછળ આવેલા સિસ્ટર ના બંગલા નજીક રહેતા રહીમભાઈ મામદભાઈ સુમરા ની સાત વર્ષ ચાર માસની માસુમ બાળ રોજેદાર રોનક બાનુ પવિત્ર રમજાન માસ નિમિત્તે પ્રથમ ચાંદ થી રોજા રાખી ખુદાની બંદગી કરી રહી છે તારીખ 18 4 2023 ના રોજ 26 રોજા પૂરા કરી ખુદાની બંદગી ઈબાદત કરી રહી છે જેથી સમગ્ર મુસ્લિમ સમાજ સાથે સુમરા સમાજ ના પરિવાર માં રહીમભાઈ સુમરા ના પરિવારજનો હદય પૂર્વક હેત વર્ષા સાથે માસુમ બાળ રોજેદાર રોનકબાનું ને પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે ફૂલહાર થી સ્વાગત કરી રોનક બાનુને નાની ઉંમરમાં જ સતત કડકડતા ઉનાળાના તાપમાનમાં રોજાદાર થવાની સાથે સાથે ખુદાની બંદગી ઈબાદત માં મસગુલ માસુમ બાળ રોજેદાર રોનક બાનુ સુમરા ને સમગ્ર સુમરા સમાજ સહિત સર્વે હિન્દુ મુસ્લિમ સમાજના આડોશી પાડોશી શુભેચ્છા અભિનંદન પાઠવી પ્રોતસાહિત કરેલ છે જેથી સમગ્ર વિસ્તારમાં આ માસુમ બાળ રોજેદાર રોનક બાનુ સુમરા ને પિતા રહીમભાઈ સુમરા તેમજ મમ્મી જરીનાબેન સુમરા દાદા મામદ ભાઈ સુમરા રોહન મોટાભાઈ અને નાનો ભાઈ જાહેર બેન રેહાના વગેરે શુભેચ્છા અભિનંદન પાઠવી દુઆ આશીર્વાદ પાઠવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here