મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-
જુના બસ સ્ટેન્ડ પાસે આવેલી લીયો પોલીસ ચોકી પાસે ભૂલું પડેલું એક બાળક રડતું જોઈ લિયો ચોકીના જમાદાર નાનજીભાઈ રબારી અને પો.કો.નિતેષભાઈ ની નજરે પડતા બાળકને પ્રેમથી સમજાવી નામ સરનામું પુછી આઇસ્ક્રીમ ખવડાવી હતી.
ત્યારે મોડાસા પારસ સોસાયટી માં રહેતો હોવાનું જણાવ્યું હતું.આ બાળક બજારમાં ચોપડા લેવા આવતા રસ્તો ભૂલી ગયો હતો.બાળકના વાલી નો સંપર્ક કરી બાળકને સોંપવામાં આવ્યો હતો.