મેરી મિટ્ટી,મેરા દેશ અંતર્ગત કળશયાત્રાને કડાછલા જિલ્લા પંચાયતમાં ઉમળકાભેર આવકાર

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહવાનથી માટીને નમન વીરોને વંદનના સાચા ભાવથી સમગ્ર ભારતભરમાં કાઢવામાં આવેલ કળશયાત્રા ૬ ઓક્ટોબરથી ૩૧ ઓક્ટોબર સુધી ૭૫૦૦ તાલુકામાં પરિભ્રમણ કરી પ્રત્યેક ગામના નાગરિકના કરકમલો ઘ્વારા કળશમાં માટી એકત્ર કરી તમામ કળશોને દિલ્હી ખાતે કર્તવ્ય પથ પર એકત્રીકરણ કરી અમૃત વાટિકામાં ઠલવવામાં આવશે.તેમાં શહીદોના માનમાં ૭૫૦૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર કરી જતન કરવામાં આવશે.તે અંતર્ગત ૧૩૮ પાવીજેતપુર વિધાનસભાની કળશયાત્રા ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાની આગેવાનીમાં ચલામલી ખાતે માતૃશ્રી અમરતબા ભગત હાઈસ્કૂલમાં આવી પહોંચી હતી.કળશયાત્રા સાથે આવેલ તમામ મહાનુભાવોનું ચલામલીના ગ્રામજનો,શાળા પરિવારે ઉમળકાભેર સ્વાગત કર્યું હતું.ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાએ ગ્રામજનોને સંબોધતા જણાવ્યું હતું કે વિશ્વમાં ભારત દેશ સિવાય કોઈ દેશ પોતાના દેશને માતા તરીકે સંબોધતા નથી.ભારતીય સંસ્કૃતિને વરેલા તમામ ભારતીયો ભારતમાતા,ધરતીમાતા અને પ્રકૃતિના પૂજક છે.દેશના સીમાડાની રક્ષા કરતા વીર સૈનિકોના કારણે આપણે સહુ સુરક્ષિત છીએ.વીર શહીદોને સાચી શ્રદ્ધાંજલિ અર્પવાના ભગીરથ કાર્યમાં પ્રત્યેક ભારતીય પુરી શ્રદ્ધાના ભાવથી જોડાયો છે.કળશયાત્રાને ઠેર ઠેર પ્રજાજનો તરફથી ઉમળકાભેર આવકાર મળી રહ્યો છે.જે રાષ્ટ્ર માટેનો રાષ્ટ્રવાદ જોવા મળી રહ્યો છે.ચલામલીથી કળશયાત્રા ઊંટકોઈ તાલુકા પંચાયતના કાશીપુરા પ્રાથમિક શાળામાં,પાણેજ તાલુકા પંચાયતના નવાગામ દૂધઘર પાસે,કડાછલા ગામે હરસિધ્ધિ માતાના મંદિર ખાતે પહોંચી હતી.આ કળશયાત્રામાં ૧૩૮ જેતપુર પાવી વિધાનસભાના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા,છોટાઉદેપુર જિલ્લા પંચાયત ઉપપ્રમુખ રણજીતભાઇ ભીલ,છોટાઉદેપુર જિલ્લા બક્ષીપંચ મોરચા અધ્યક્ષ ભગુભાઈ પંચોલી,કવાંટ તાલુકા ભાજપા પ્રમુખ રમણસિંહ રાઠવા,જિલ્લા ભાજપા મંત્રી સ્નેહાબેન તડવી,ગુજરાત પ્રદેશ મહિલા મોરચા કારોબારી સભ્ય ઉષાબેન પટેલ,છોટાઉદેપુર જિલ્લા મીડિયા કન્વીનર પરિમલ પટેલ,તાલુકા યુવા મોરચા મહામંત્રી કિરણસિંહ રાજપૂત,તાલુકા મહિલા મોરચા મંત્રી યોગિનાબેન પટેલ,જિલ્લા કારોબારી સભ્ય પ્રવિણસિંહ રાજપૂત,યોગેશ રાજપૂત,પૂર્વ એટીવીટી સદસ્ય જીવનભાઈ પટેલ,કાશીપુરા સરપંચ જલ્પાબેન પટેલ,વણઘા સરપંચ રમણભાઈ નાયક,છત્રાલી સરપંચ શૈલેષભાઇ તડવી,નવાગામ સરપંચ કીર્તિરાજસિંહ,કડાછલા સરપંચ જાગૃતિબેન ઠાકોર સહીત જિલ્લા,તાલુકાના મહાનુભાવો,પદાધિકારીઓ કાર્યકર્તાઓ,આગેવાનો,વડીલો,યુવાનો,માતાઓ,બહેનો,વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.ગ્રામજનોએ ઉમળકાભેર કળશયાત્રાને આવકારી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here