મહારાષ્ટ્રથી વિદેશી દારૂનો જથ્થો ભરી ગુજરાતમા આવતી મારૂતિ ઝેનને દેડિયાપાડા પોલીસે ઝડપી પાડી…

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

બે આરોપીઓને ઝડપી વિદેશી દારૂ કાર સહિત રૂ. 89 હજારનો મુદ્દામાલ જપ્ત

અનલોક ડાઉનનો લાભ લઈ મહારાષ્ટ્ર રાજ્યમાંથી ગુજરાત મા મોટા પ્રમાણમા વિદેશી દારૂનો ગેરકાયદેસર નો જથ્થો ધુસાડવામા આવતો હોવાનું નર્મદા જિલ્લા પોલીસ વડા હિમકરસિહને માહિતી મળતા તેઓની સુચના અને નાયબ પોલીસ વડા રાજેશ પરમારના માર્ગદર્શન હેઠળ સમગ્ર નર્મદા જિલ્લાનો પોલીસ તંત્ર દારૂની બદીને નાથવા સજ્જ બનેલ છે, ત્યારે ડેડીયાપાડા પોલીસને મહારાષ્ટ્ર માથી ગુજરાતમા વિદેશી દારૂનો જથ્થો કારમા સપ્લાય થતો હોવાની બાતમી મળતા પોલીસે નર્મદા જિલ્લાના દાભવણ ગામેથી વિદેશી દારૂ સાથે બે આરોપીઓને ઝડપી પાડયા હતા. જેમાં એક મહારાષ્ટ્રિયનનો પણ સમાવેશ થાય છે. ઝડપાયેલા આરોપી પાસેથી રૂ. 89150 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પોલીસ સુત્રોમાથી મળતી માહિતી અનુસાર ડેડીયાપાડા પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ. આર. ડામોરને બાતમી મળેલ હતી કે એક સફેદ કલરની ઝેન મારૂતિ કારમા વિદેશી બનાવટનો દારૂ નો જથ્થો મહારાષ્ટ્રમાથી ગુજરાતમા ઠલવાઇ રહ્યો છે, જેથી મળેલ બાતમીના આધારે પોતાના સ્ટાફના જવાનો સાથે દાભવણ બસ સટેનડ પાસે નાકાબંધી કરી ગોઠવાયા હતા, બાતમીના અનુસાર સફેદ કલરની મારૂતિ ઝેન આવતા તેને ઉભી રાખી તેમા તપાસ કરતા ઇગ્લીશ દારૂના રોયલ નાઈટ બ્રાનડના દારૂના પ્લાસ્ટિકના કવાટરિયા નંગ 481 મળી આવ્યા હતા.

પોલીસે વિદેશી દારૂ કિંમત રૂ. 39185 મારૂતિ કાર કિમત રૂ. 50000 મળી કુલ રૂપિયા 89185 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. મહારાષ્ટ્રના બે ઇસમો (1) સંજય સંભાજી પાડવી રહે. ગુજજરપુર, તા નિઝર , જી. તાપી તેમજ મહારાષ્ટ્ર જી. અકકલકુવાના ખાનપર ખાતે રહેતા વિશાલ રવિભાઇ પાડવીને ઝડપી પાડયા હતા અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here